ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અદ્ભૂત નજારો: ભારતમા આ જગ્યા પર આવી પહોંચ્યો 3 લાખ કાચબા, સરકારે કરવી પડી ખાસ વ્યવસ્થા

Text To Speech

ગંજામ, 22 ફેબ્રુઆરી 2025: ઓડિશાના ગંજામ જિલ્લાના ઋષિકુલ્યા દરિયાઈ તટ પર હાલમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો છે. લગભગ ત્રણ લાખ ઓલિવ રિડલે કાચબા 9000 કિમીનું અંતર કાપીને ઓડિશાના સમુદ્રી તટ પર પહોંચ્યા છે અને તેમણે 5.5 લાખથી વધારે ઈંડા આપ્યા છે. કાચબા પોતાના વાર્ષિક સામૂહિક રહેઠાણ નિર્માણ માટે દર વર્ષે ઓડિશાના તટ પર પહોંચે છે. જેમને અરિબાડાના નામથી ઓળખવામાં આવે છે. ઓલિવ રિડલે કાચબા દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે લાખોની સંખ્યામાં આવે છે. સમુદ્ર તટની સોનેરી રેત પર આ કાચબાએ ઠેકઠેકાણે ઘર બનાવ્યા છે અને પોતાની આગામી પેઢીને જન્મ આપવા માટે 5.5 લાખ ઈંડા આપ્યા છે.

આ વર્ષે પણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયાથી ઓલિવ રિડલે કાચબા મોટી સંખ્યામાં ઘર બનાવવાનું શરુ કરી દીધું હતું. આ પ્રક્રિયા હજુ પણ ચાલું છે. કાચબાની સુરક્ષાને જોતા ઓડિશા સરકારે 1 નવેમ્બરથી 31 મે સુધી આ વિસ્તારમાં માછલી પકડવાની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓલિવ રિડલે કાચબા સમુદ્રી પરિસ્થિતિક તંત્રનો મહત્ત્વનો ભાગ છએ. આ સમુદ્રી જીવનને સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. પણ જળ પ્રદૂષણ અને ગેરકાયદેસર શિકારના કારણે તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

ઓડિશાના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ગણેશ રામ સિંહ ખૂંટિયાએ કહ્યું કે, ઓલિવ રિડલે ટર્ટલનું ઓડિશામાં આવવું એક સારો સંકેત છે. આ વર્ષે લગભગ 2 લાખથી વધારે કાચબા સમુદ્રી તટ પર પહોંચે છે. વન વિભાગે કાચબાની સુરક્ષા માટે 2000થી વધારે કર્મચારીઓને તૈનાત કર્યા છે. અમે કેટલીય જગ્યાને નો ફિશિંગ ઝોન જાહેર કર્યા છે, જેથી કાચબાની સુરક્ષા કરી શકાય.

ઈંડાની સુરક્ષા માટે ઋષિકુલ્યા દરિયાઈ તટને 50 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 200થી વધારે વનવિભાગના કર્મચારી અને સ્વયંસેવકો આ કામમાં લાગેલા છે. આ ઉપરાંત જંગલી કુતરા, શિયાળ અને શિકારીઓને રોકવા માટે દરિયાઈ તટને ચારે તરફથી ઘેરી લીધો છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધ કંઈક આવી હશે ટીમ ઈંડિયાની તૈયારી, બે ગુજરાતી ખેલાડી પણ જોવા મળશે

Back to top button