ગુજરાત: આરોપીઓએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હોવાનો કર્યો ખુલાસો

- ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી
- તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી
- આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા
આરોપીઓએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો કર્યો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે.
ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.
જાણો શું છે ઘટના :
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્સની તપાસ કરતાં 80 જેટલી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની કલમ 66(એફ)2નો ઉમેરો કરવામાં આવ્યો છે.
આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી હતી
રાજકોટ શહેરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના બહાને આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવિનાં સિંહાને માહિતી મળતા અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ત્રણેય આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી હતી. જેમાંથી 19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપી ઝડપાયો હતો. કુલ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તેઓ આ પ્રકારના દ્રશ્યો લોકો પાસેથી મોટી રકમ લઈ વેચતા હતા. જ્યારે રાજકોટની પાયલ હોસ્પિટલ માંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
મહાકુંભમાં મહિલાઓના ફોટા લીધા હોવાની શંકા
પોલીસનાં સુત્રો મુજબ ત્રણેય આરોપીઓને સાઇબર ક્રાઇમની ટીમ અમદાવાદ લઈ આવી છે અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલ તો સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક youtube ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક ચેનલને આરોપી પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. તેમાં કોઈ મહિલા સ્નાન કરતા આપત્તિજનક ફોટો વીડિયો ક્લિપ થયાની શંકાના આધારે પણ સાયબર ક્રાઇમ આરોપીઓની આખરી પૂછપરછ કરશે. હાલ આરોપીઓના ફોન સાઇબર ક્રાઇમ એ કબજે કરી લીધા છે અને તેના ડીલીટ થયેલો ડેટા પણ ભેગો કરવામાં આવશે.
એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી
પકડાયેલા આરોપીઓમાંથી 1) પ્રજવલ અશોક તૈલી લાતુર મહારાષ્ટ્રથી, 2) ચંદ્રપ્રકાશ ફુલચંદ જે પ્રયાગરાજ, 3) વ્રજ રાજેન્દ્ર પાટીલ જે સિંહાલા સાંગલીનો વતની છે. આ મામલે દેશની અલગ અલગ જગ્યાએ હોસ્પિટલોમાં સીસીટીવી હેક થયાની શક્યતા છે હજુ સુધી કોઈ હોસ્પિટલ સ્ટાફની મદદગીરી સામે આવી નથી. એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર