સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ; સેન્સેક્સ 424 પોઈન્ટનો કડાકો


નવી દિલ્હી, ૨૧ ફેબ્રુઆરી: ૨૦૨૫: શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર((Share Market)) ઘટાડા સાથે બંધ થયું. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજારની શરૂઆત નબળી રહી. 30 શેરો વાળા BSE બેન્ચમાર્ક 424.90 પોઈન્ટ ઘટીને 75,311.06 પર બંધ થયા. નિફ્ટી 50 117.25 પોઈન્ટ ઘટીને 22,795.90 પર બંધ થયો. બજાર બંધ થવાના સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર ગ્રીન ઝોનમાં હતા અને 22 શેર રેડ ઝોનમાં હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ ઘટાડા સાથે બંધ થયો.
ટ્રેડિંગ સત્ર દરમિયાન, સેન્સેક્સ 75,748.72 ની ઊંચી સપાટી અને 75,112.41 ની નીચી સપાટીને સ્પર્શ્યો, જ્યારે નિફ્ટી 50 એ દિવસની ઊંચી સપાટી 22,921 અને નીચી સપાટી 22,720 નોંધાવી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, ટાટા મોટર્સ અને વિપ્રોની આગેવાની હેઠળ નિફ્ટી50 ના 50 માંથી 35 શેરો ઘટાડામાં બંધ થયા. આ શેરમાં મહત્તમ 6.20% ઘટાડો નોંધાયો હતો.
મુખ્ય સૂચકાંકોની જેમ વ્યાપક બજારો પણ નબળા રહ્યા. નિફ્ટી મિડકેપ100 ઇન્ડેક્સ 1.32% ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ100 ઇન્ડેક્સ 0.70% ઘટ્યો. આજના પ્રી-ઓપનમાં, સેન્સેક્સ ૧૨૩.૩૨ પોઈન્ટ અથવા ૦.૧૬% ઘટીને ૭૫,૬૧૨.૬૪ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૫૫.૯૫ પોઈન્ટ અથવા ૦.૨૪% ઘટીને ૨૨,૮૫૭ ના સ્તરે પહોંચ્યો હતો.
આ પણ વાંચો….સતત બીજા દિવસે સોનું થયુ મોંઘુ, જાણો આજનો લેટસ્ટ ભાવ