Video: મહાકુંભમાં જવાનો અંતિમ વિકલ્પઃ રેલ્વે ટ્રેક પર ચલાવી લોડિંગ વાન


HD ન્યુઝ ડેસ્ક, 21 ફેબ્રુઆરી: ૨૦૨૫: ઉત્તર પ્રદેશના સંગમ શહેર પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો, મહાકુંભ યોજાઈ રહ્યો છે. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શરૂ થયેલો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થશે. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર સ્નાન કરવા માટે દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૭ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ત્યારે હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં, એક લોડિંગ વાન રેલ્વે ટ્રેક પર દોડતી જોવા મળે છે.
View this post on Instagram
મહાકુંભના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંના ઘણા વીડિયો લોકોને શિક્ષિત કરવા માટે છે, જ્યારે કેટલાક વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી. હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કુંભ સાથે જોડી રહ્યા છે, પરંતુ એવું નથી. આવી લોડિંગ વાનનો ઉપયોગ રેલ્વે દ્વારા તેમના સંચાલન માટે કરવામાં આવે છે.
જાણો શું છે વીડિયોમાં
વીડિયોમાં, એક લોડિંગ વાન રેલ્વે ટ્રેક પર દોડતી જોવા મળે છે. આ એક સંપૂર્ણપણે અલગ અને અનોખી પરિસ્થિતિ છે. વાનના પૈડા કાઢી નાખવામાં આવ્યા છે અને ટ્રેનના પૈડા ફીટ કરવામાં આવ્યા છે, જેના કારણે તે ટ્રેક પર દોડી રહી છે. લોકોને આ જુગાડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @JATtilok_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું કે, “મહાકુંભ જવાનો છેલ્લો વિકલ્પ, કારણ કે ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, બસની ટિકિટ પહેલાથી જ બુક થઈ ગઈ છે. વાયરલ વીડિયો જોવામાં લોકોને ખૂબ મજા આવી રહી છે. અને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો..ઈંડા-બ્રેડ ખાઈને આ યુવતીએ બચાવ્યા 83 લાખ: 40 વર્ષની ઉંમર સુધીમાં 11 કરોડ