દેવસ્થાનમાં દેશભક્તિનો રંગ: શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓ તિરંગાયાત્રામાં જોડાયા
પાલનપુર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.લોકો ઉત્સાહપૂર્વક પોતાના ઘર પર,ધંધા વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સમગ્ર દેશ અને ગુજરાત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે.સરહદી વિસ્તારથી માંડી શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આઝાદીની ઉજવણીના માહોલ સાથે લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળી રહ્યા છે.
દેવસ્થાનમાં દેશભક્તિનો રંગ: શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓ તિરંગાયાત્રામાં જોડાયા#HarGharTirangaCampaign #HarGharTirangaAabhiyan #HarGharTiranga2022 #azadikaamritmahotsav2022 #ambaji #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/2cX8oJ78Im
— Hum Dekhenge News (@humdekhengenews) August 13, 2022
હર ઘર તિરંગા અભિયાનની ગૌરવભેર ઉજવણી
બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા અંબાજી ખાતે પણ રાષ્ટ્રીય પર્વની હર્ષભેર ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે અંબાજી યાત્રાધામ તિરંગા યાત્રામાં રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું. શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના રંગમાં તિરંગાનો દેશભક્તિનો રંગ ભળતા દેવસ્થાન દેશભક્તિના રંગમાં રંગાયેલુ જોવા મળ્યું હતું. હર ઘર તિરંગા અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંબાજીમાં આયોજિત તિરંગા યાત્રામાં સેંકડોની સંખ્યામાં આબાલવૃદ્ધ સૌ કોઈ તિરંગયાત્રામાં જોડાયા હતા. દેશની આન બાન અને શાનના પ્રતીક સમા તિરંગાને સલામી આપી આમ જનતાએ પણ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની પોતાની દેશદાઝને પ્રદર્શિત કરી હતી. અંબાજીના માર્ગો પર આ તિરંગાયાત્રા પ્રસ્થાન પામતા યાત્રિકો, દુકાનદારો, સ્થાનિકો રહીશોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.