દિલ્હીની મહિલાઓને માસિક 2500 રૂપિયાની સહાયતા ક્યારે મળશે? રેખા ગુપ્તાએ જણાવ્યું કારણ


નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025 : આજે રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે તેમની કેબિનેટના 6 મંત્રીઓ પણ શપથ લેશે. આ દરમિયાન પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. અગાઉ, ભાવિ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ખાતરી આપી હતી કે તેઓ દિલ્હીની મહિલાઓને માસિક સહાય અંગેના તેમના વચનને પૂર્ણ કરશે.
કોઈપણ ભોગે વચન પૂરું કરશે
રેખા ગુપ્તાએ દિલ્હીની મહિલાઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભાજપ સરકાર મહિલાઓને દર મહિને રૂ. 2,500ની આર્થિક સહાય આપવાનું ચૂંટણી વચન પૂરું કરશે. વધુમાં જણાવ્યું હતું કે માસિક સહાયનો પ્રથમ હપ્તો 8 માર્ચ સુધીમાં પાત્ર મહિલાઓના ખાતામાં પહોંચી જશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ભાજપે કયા કયા વચનો આપ્યા?
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ મહિલાઓ માટે 2,100 રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરી હતી. જ્યારે ભાજપે તેના ઢંઢેરામાં માસિક રૂ. 2,500ની સહાયનું વચન આપ્યું હતું. બુધવારે બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેના વચનો પૂરા કરવા એ ભાજપની ટોચની પ્રાથમિકતા છે.
8 માર્ચ જ શા માટે?
તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની જવાબદારી દિલ્હીના તમામ 48 બીજેપી ધારાસભ્યોની છે. અમે મહિલાઓને આર્થિક સહાય સહિત અમારા તમામ વચનો ચોક્કસપણે પૂર્ણ કરીશું. 8 માર્ચ સુધી મહિલાઓના ખાતામાં પૈસા ચોક્કસપણે ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.”
તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 70 માંથી 48 બેઠકો કબજે કરીને જીત મેળવી અને AAPના દાયકા લાંબા શાસનનો અંત લાવ્યો. દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તા આજે બપોરે રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે.
આ પણ વાંચો : જૌનપુરમાં મોટી દુર્ઘટના: વારાણસીથી દર્શન કરીને પરત ફરી રહેલા 9 શ્રદ્ધાળુઓના મૃત્યુ, 40 લોકો ઘાયલ થયાં