ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

DGP વિકાસ સહાય શુક્રવારે યોજશે ક્રાઈમ કોન્ફરન્સ, આ વખતે આ શહેરમાં એકઠા થશે ઉચ્ચ અધિકારીઓ

Text To Speech

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે. પરંતુ આ પરંપરામાં ફેરફાર કરી રાજ્યના જુદા જુદા શહેરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ તેવો નવો ચિલ્લો શરૂ કરાયો હતો. રાજ્ય પોલીસ વડાએ નવી પ્રથા શરૂ કરી અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

જેના પગલે આગામી તા. 21મી ફેબ્રુઆરીએ ભાવનગરમાં આ વખતની ડીજીપીની ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. જેને પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને એસપી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ કોન્ફરન્સની તડામારા તૈયારી કરવામાં આવી રહી છે. અગાઉ ગાંધીનગર કે અમદાવાદમાં જ ક્રાઈમ કોન્ફરન્સ મળતી હતી. જોકે હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે નવી પરંપરા શરૂ કરી રાજ્યના જુદા જુદા શહેરોમાં આયોજનને પ્રાધાન્ય આપ્યું છે.

આ અગાઉ રાજકોટ, વડોદરા, ખેડા, સુરત ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યત્વે આ ક્રાઈમ કોન્ફરન્સમાં જુદી જુદી રેન્જના આઇજીપી, જુદા જુદા જિલ્લાના એસપી, અલગ અલગ કમિશનરેટ વિસ્તારમાંના પોલીસ કમિશનર હાજરી આપે છે. આ આઈપીએસ લેવલના અધિકારીઓ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જરૂરી સુધારાઓ સહિતના મુદ્દા પર ચર્ચા કરે છે.

આ ક્રાઈમ કોન્ફરન્સમાં ડીજીપી જુદા જુદા વિસ્તારની સ્થિતિ અને થયેલ કામગીરીનો અહેવાલ ચકાશે છે. વાર્ષિક ઇન્સ્પેક્શન કરે છે. ત્યારે હવે ભાવનગર ખાતે આગામી 21 ફેબ્રુઆરીના રોજ ક્રાઈમ કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે અહીંના ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર, એસપી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ દ્વારા તડામારા તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :- દિલ્હીને મળ્યા વધુ એક મહિલા સીએમ, રેખા ગુપ્તા કાલે લેશે મુખ્યમંત્રી પદના શપથ

Back to top button