આ સરળ રીતે ડાયાબિટીસને કન્ટ્રોલ કરો, જાણો શું ખાશો, શું નહિ?

- યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવીને તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે શું ખાવું અને શું ટાળવું
HD ન્યુઝ ડેસ્કઃ ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે, જેનો કોઈ ઈલાજ નથી. બ્લડ સુગરનું સ્તર વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે જેમ કે વધુ પડતી તરસ લાગવી, મોં સુકાઈ જવું, વારંવાર પેશાબ આવવો, થાક, નબળાઈ, ઝાંખી દ્રષ્ટિ, શુષ્ક ત્વચા અને ખંજવાળ. એટલું જ નહીં તે તમારી કિડની અને આંખોની રોશનીને પણ ડેમેજ કરી શકે છે, પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવીને તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે શું ખાવું અને શું ટાળવું.
શુગર કંટ્રોલ કરવા માટે શું ખાવું?
- આખા અનાજ, ઓટમીલ, બ્રાઉન રાઇસ, જવ, ક્વિનોઆ અને લીલા શાકભાજી જેવો ફાઇબરયુક્ત ખોરાક ખાઓ.
- ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારમાં મગફળી, કઠોળ, સોયા, ટોફુ, ઈંડા, માછલી અને ચિકનનું સેવન કરવું જોઈએ.
- દર્દીએ ઓછા ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળા ફળો ખાવા જોઈએ જેમ કે સફરજન, નાસપતી, જામફળ, બ્લેકબેરી, નારંગી અને બેરી. તે શુગરના સ્તરને નિયંત્રણમાં રાખે છે.
- બદામ, અખરોટ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ ઇન્સ્યુલિન સેન્સિટીવીટી વધારે છે.
- દહીં અને છાશ પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
- મેથી અને તજ જેવી કુદરતી વનસ્પતિઓ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ વસ્તુઓથી અંતર રાખો
- ડાયાબિટીસના દર્દીએ ગળ્યા પદાર્થો, કેક, પેસ્ટ્રી, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ્ડ જ્યુસ જેવા મીઠા અને પ્રોસેસ્ડ ખોરાક ન ખાવા જોઈએ.
- મેંદો, સફેદ ચોખા, સફેદ બ્રેડ જેવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગર ઝડપથી વધારે છે. તેથી, આને તમારા આહારમાં સામેલ ન કરો.
- તળેલા અને ફાસ્ટ ફૂડ ટ્રાન્સ ફેટથી ભરપૂર હોય છે, જે શુગર વધારે છે, તેથી તેને ખાવાનું ટાળો.
- દારૂ અને ધૂમ્રપાન શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે અને લોહીમાં શુગરના સ્તરને અસર કરે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટેની ટિપ્સ
યોગ, ચાલવું, સાયકલ ચલાવવું અને ધ્યાન કરવું. દિવસભરમાં લગભગ 8થી 10 ગ્લાસ પાણી પીઓ અને તમારા શરીરને હાઈડ્રેટેડ રાખો. ઉપરાંત 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. આનાથી બ્લડ સુગર સંતુલિત રહેશે અને તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરતો કરો.
આ પણ વાંચોઃ શું તમે પણ કલાકો બેસીને રીલ્સ જુઓ છો? નુકસાન જાણીને થશો હેરાન