15 ઓગસ્ટઉત્તર ગુજરાત

ડીસા ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Text To Speech

પાલનપુર: ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાના પ્રાંગણમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજબ ડો. ક્રિષ્નાબેન શાંડપાએ કર્યું હતું કાર્યક્રમનો શુભારંભ વિદ્યાર્થીની કોમલ પઢિયારે સરસ્વતીની પ્રાર્થના ગાન કરી કર્યો હતો. જેમાં કુલ 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ નંબરે કિંજલ સખલાણીયા, દ્વિતીય નંબરે અર્પિતા વ્યાસ અને તૃતીય નંબરે શીતલ જોષી ને આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયકની ભૂમિકા પ્રા. નવનીત રાણા અને ડો. કે.ડી.પટેલે નિભાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સુનિતા કોટક, ડો. મિત્તલ વેકરીયા, પ્રા. દિવ્યા પિલ્લઈ, પ્રા. ભાનુભાઈ પટેલ અને ડો. ભાવના બોસમીયાનો સાથ સહકાર મળી રહ્યો હતો. વિદ્યાર્થીઓમાં નરેશ ગોસ્વામી, સોલંકી મીનાબા, મોદી કેવલ સહિત વિદ્યાર્થીઓનો પણ સાથ સહકાર મળી રહ્યો હતો.

Back to top button