‘છાવા’ની સફળતા પર વિક્કી કૌશલે બાબુલનાથ મંદિરમાં પૂજા કરી, ફિલ્મે બોક્સ ઓફિસ બાજી મારી


મુંબઈ, 18 ફેબ્રુઆરી 2025 : બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ માટે પ્રશંસા મેળવી રહ્યા છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ મોટી કમાણી કરીને નિર્માતાઓને ખુશ કર્યા છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદથી ખુશ થઈને, વિક્કી કૌશલ ભગવાનના દરબારમાં ગયો. સોમવારે અભિનેતાએ મુંબઈના બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન શિવના આશીર્વાદ લીધા. પરંપરાગત મસ્ટર્ડ કુર્તા અને ક્રીમ પાયજામામાં સજ્જ આ અભિનેતાએ ભગવાનને પ્રાર્થના કરી અને વિશેષ ધાર્મિક વિધિઓ કરી. આ પછી તે તેના ચાહકોને મળ્યો અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા.
View this post on Instagram
મરાઠા વીરતા અને બહાદુરીની ગાથા પર આધારિત ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી ચૂકી છે. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મે પહેલા સપ્તાહના અંતે જ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જે તેને વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બનાવે છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ, અક્ષય ખન્ના, રશ્મિકા મંદન્ના અને દિવ્યા દત્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
વિક્કી કૌશલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવવી એ તેમના કરિયરનો સૌથી મુશ્કેલ રોલ હતો. તેમણે કહ્યું, ‘ઐતિહાસિક પાત્ર ભજવવા માટે ઘણી શિસ્તની જરૂર પડે છે, અને શિસ્ત મુશ્કેલ છે.’ આ ફક્ત એક મહિનાની મહેનત નથી પણ દોઢ થી બે વર્ષનો સંકલ્પ છે. ફિલ્મ ‘છાવા’ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ અને ગર્વ પેદા કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 140.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આશા છે કે આ ફિલ્મ કમાણીનો નવો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો : 3.5 BHK ફ્લેટમાં મહિલાએ એક સાથે 300 બિલાડીઓ પાળી, સોસાયટીના લોકો દેકારાથી કંટાળી ગયાં