સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો: પરિણામ પહેલા જ BJPએ 215 બેઠક બિનહરીફ જીતી લીધી


અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં 5000થી વધુ ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થવાનો છે.આની સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. સાથે જ 68 નગરપાલિકાના પરિણામ પણ આવી રહ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં 215 જેટલી બિન હરીફ બેઠક થઈ છે, બાકીની રહેલી બેઠકો પણ આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આ વખતે 215 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીના વિકાસકાર્યો, કેન્દ્રીય ગૃહ મંત્રીની વિકાસની રણનીતિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વના કારણે આ શક્ય બન્યું છે. જનતાએ તેમનો સ્વીકાર કર્યો છે અને એટલે જ તો ભાજપને 215 બેઠક બિનહરીફ મળી છે.
ભાજપે દાવો કર્યો છે કે આટલી બધી બેઠકો પર બિનહરીફ ચૂંટાવું એ દર્શાવે છે કે જનતા ભાજપની સાથે છે. ભાજપના મીડિયા કન્વિનર ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 68 નગરપાલિકાઓમાં કૂલ 196 નગરપાલિકા બેઠકો પર પહેલા જ જીતી લેવામાં આવી છે. જેમાં ભચાઉ નગરપાલિકામાં ભાજપે બહુમતી કરતા પણ વધારે બેઠકો જીતી છે. ઉપરાંત ભાજપે કૂલ 215 બેઠકો બિનહરીફ જીતી છે. જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 9 અને તાલુકા પંચાયત અને પેટાચૂંટણીની 10 બેઠકોનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે આવી જશે. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આજે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી/ જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડુલ