ટ્રેન્ડિંગનેશનલ

3.5 BHK ફ્લેટમાં મહિલાએ એક સાથે 300 બિલાડીઓ પાળી, સોસાયટીના લોકો દેકારાથી કંટાળી ગયાં

Text To Speech

મહારાષ્ટ્ર, 18 ફેબ્રુઆરી 2025: પુણેના હડપસર વિસ્તારમાં એક આવાસીય સોસાયટીના ફ્લેટમાં 300થી વધારે બિલાડીઓ પાળવાના મામલામાં પશુપાલન વિભાગ અને પોલીસ અધિકારીઓએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે. આ મમાલો માર્વલ બાઉન્ટી હાઉસિંગ સોસાયટી સાથે જોડાયેલ છે. આ સોસાયટીના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે એક ફ્લેટમાં મહિલાએ પોતાના 3.5 બીએચકે ફ્લેટમાં મોટી સંખ્યામાં બિલાડીઓ પાળી રાખી છે. જેનાથી કેટલીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

રહેવાસીઓએ કરી હતી ફરિયાદ

રહેવાસીઓનું કહેવું હતું કે આ બિલાડીઓના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે અને દેકારો પણ થઈ રહ્યો છે. જેનાથી આજુબાજુના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ફરિયાદના આધાર પર પશુપાલન વિભાગની એક ટીમ બનાવી, જેમાં જિલ્લા પશુ ચિકિત્સા અધિકારીના નેતૃત્વમાં વિભાગીય અધિકારી અને પોલીસ ટીમ પણ સામેલ હતી.

ફ્લેટમાં હતી 300થી વધારે બિલાડી

ટીમે મોકો જોઈને ફ્લેટનું નિરીક્ષણ કર્યું અને જોવા મળ્યું કે ફ્લેટમાં 300થી વધારે બિલાડીઓ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લેટમાં ભારે દુર્ગંધ આવતી અને બહુ દેકારો થતો હતો. જે આજુબાજુના રહેવાસીઓ માટે એક મોટી મુશ્કેલીનું કારણ બન્યું.

ફ્લેટના માલિકને નોટિસ ફટકારી

ત્યાર બાદ ફ્લેટ માલિકને બિલાડીઓને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાની નોટિસ ફટકારી છે. પશુપાલન વિભાગ આ મામલાને ગંભીરતાથી લેતા ફ્લેટ માલિકને ટૂંક સમયમાં આ બિલાડીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો: દારુના નશા કરતા પણ ખતરનાક છે ઈન્સ્ટાગ્રામ પર Reels બનાવવાનો નશો, છઠ્ઠા માળેથી છોકરી નીચે પટકાઈ

Back to top button