ટ્રેન્ડિંગમનોરંજન

મોટી ટ્રેપમાં ફસાઈ ગઈ છે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા, સોશિયલ મીડિયા પર નવો વિવાદ ઊભો થયો

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2025: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા સતત ચર્ચામાં આવી રહી છે. કેટલાય દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે ઈન્દોરની રહેવાસી મોનાલિસા ભોસલેના નિર્દેશક સનોજ મિશ્રા હીરાઈન બનસે. તેઓ તેમને ફિલ્મની ઓફર આપીને મુંબઈ પણ લઈ ગયા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર સતત મોનાલિસા પણ અપડેટ આપી રહી છે. તેમણે પોતાની પ્રથમ વિમાન યાત્રાથી લઈને ટ્રેનિંગ-અભ્યાસ અને એક્ટિંગના ક્લાસ શરુ થવાની અપડેટ પણ આપી છે. આ દરમ્યાન તે બ્રાન્ડ ઈવેન્ટ પણ પહોંચી હતી. પણ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઈ ગઈ છે કે મોનાલિસા ટ્રેપમાં ફસાઈ ગઈ છે. તેના ભોળપણનો ફાયદો ફિલ્મ ઓફર કરનારા નિર્દેશક ઉઠાવી રહ્યા છે. એવો દાવો કરનારો કોઈ અન્ય નહીં પણ એક ફિલ્મ પ્રોડ્યૂસરે કર્યો છે. હાલમાં આરોપ પર સનોજ મિશ્રાએ પણ રિએક્ટ કર્યું છે અને પોતાનો પક્ષ લોકો સામે રજૂ કર્યો છે. તો આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો…

પ્રોડ્યૂસર જિતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફ વસીમ રિઝવીએ એક યૂટ્યૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કરતા કહ્યું હતું કે, મોનાલિસા ટ્રેપમાં ફસાઈ ગઈ છે. મને મોનાલિસા અને તેની ફેમિલી પર દયા આવી રહી છે, આ સીધા લોકો છે. તેની કુંભની વાયરલ તસવીરો અમને પણ જોઈ હતી, પણ સનોજ મિશ્રા જેવા ડાયરેક્ટર તેના ઘરે પહોંચી ગયા અને તેના વિશે કંઈ પણ જાણ્યું નહીં પણ પોતાની લાડકી દીકરીને તેમના હવાલે કરી દીધી. વસીમ રિઝવીએ આરોપમાં કહ્યું કે, સનોજ મિશ્રા પાસે ન ફાઈનાન્સર છે, નથી તેમની પાસે પૈસા. તેઓ ફિલ્મ કેવી રીતે બનાવશે. મણિપુર ડાયરી ક્યારેય બની શકશે નહીં. આ ફક્ત એ માસૂમ છોકરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તેને ચારેય તરફ ફેરવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sanoj Mishra (@sanojmishra)

પ્રોડ્યૂસર જિતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફ વસીમ રિઝવીએ એવો પણ દાવો કર્યો છે કે સનોજ મિશ્રા આ અગાઉ કેટલાય પ્રોડ્યૂસર્સને છેતરી ચુક્યો છે અને માર્કેટમાંથી ઉધારે રુપિયા લઈને ભાગી ગયો છે. આ સમાચાર હવે આગની માફક ફેલાઈ રહ્યા છે અને મોનાલિસાના ફેન્સને તેની ચિંતા થવા લાગી છે. આ દરમ્યાન સનોજ મિશ્રાનું પણ નિવેદન આવ્યું છે. તેણે એક વીડિયો જાહેર કરતા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, તેનો ઈરાદો સારો છે તે મોનાલિસાની મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, વિધર્મી બરબાદ કરવા માગે છે મોનાલિસાની જિંદગી. દેશના લોકોને અપીલ છે કે, આવા લોકોને સબક શીખવાડો. આ લોકો નથી ઈચ્છતા કે એક ગરીબની પણ આકાશની ઊંચાઈએ પહોંચે.

આ પણ વાંચો: કેનેડામાં મોટી દુર્ઘટના: લેન્ડીંગ સમયે બર્ફીલી જમીન પર લપસી ગયું વિમાન, 76 લોકોમાંથી 19 ગંભીર રીતે ઘાયલ

Back to top button