દેશમાં ઠેર ઠેર અનોખી રીતે ત્રિરંગો પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. ત્યારે જલ થી લઈ હવામાં ત્રિરંગો લેહરાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તાપી નદી પર કાકરાપાર ડેમમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ કાકરાપાર ડેમની સપાટીથી 3 મીટર ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કાકરાપાર ડેમ પર ત્રિરંગાની રોશની લગાવવામાં આવી છે, જેનો નજારો રાત્રિના સમય દરમ્યાન માણવાલાયક બની જાય છે.
ગુજરાતમાં તાપી નદી પરના કાકરાપાર ડેમ પર તિરંગાને અનોખી રીતે દ્રશ્યમાન કર્યો#HarGharTiranga #AjadiKaAmritMahotsav #Indianflag #india #Gujarat #tapiRiver #kakrapardam #gujaratinews #humdekhengenews pic.twitter.com/hCYz11M8wz
— Hum Dekhenge News (@humdekhengenews) August 13, 2022
લાઈટો સાથે ડેમનું પાણી વહેતા ડેમનો નજારો જોવાલાયક બન્યો
દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થવાના કારણે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદીને અસર થઈ છે અને બંને કાંઠે વહેતી થઈ રહી છે. માંડવીના કાંકરાપાર ડેમની વાત કરીએ તો કાકરાપાર ડેમને પણ અસર થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થયા બાદ પાણી મહત્તમ સપાટીએ વહી રહ્યું છે.
જમ્મુ-કશ્મીર: રામબન જિલ્લામાં આવેલ બાગનિહાર ડેમ સ્વતંત્રતા દિવસની ત્રિરંગાની કરાથી ઝળહળી ઉઠ્યો#HarGharTiranga #HarGharTirangaCampaign #AjadiKaAmritMahotsav #Indianflag #india #Gujarat #bagnihardam #gujaratinews #humdekhengenews pic.twitter.com/h7NMJQDGVg
— Hum Dekhenge News (@humdekhengenews) August 13, 2022
આ ઉપરાંત જમ્મુ-કશ્મીરના રામબન જિલ્લામાં આવેલ બાગનિહાર ડેમ સ્વતંત્રતા દિવસની ત્રિરંગાની કરાથી ઝળહળી ઉઠ્યો હતો. જેમાં પણ ત્રિરંગાની ઝાંકી જોવા મળી છે.
લોકોને ડેમની નજીક ન જવા અપીલ કરવામાં આવી
ડેમથી 3 મીટર ઉપર વહેતું પાણી કેસરી સફેદ અને લીલા રંગથી ઝળહળતું કરવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન એક સુંદર નજારો ઉભો થઈ રહેતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જો કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને પાણીનો પ્રવાહ પણ વધુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને ડેમની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે અને લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.