અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 116 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા


- 116 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા
- અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા
- પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પોલીસની ગાડીઓમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે
અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 116 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમનું હાલમાં અમદાવાદ એરપોર્ટ પર વેરિફિકેશન ચાલી રહ્યું છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પોલીસની ગાડીઓમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફલો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે
આજે રવિવારે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફલો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે. આ પ્લેન રાત્રે 10 વાગ્યે લેન્ડ કરશે. જેમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના અહેવાલો છે. તેમજ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદીના નામ જાહેર થયા છે તેમાં રુદ્ર ધવલભાઈ લુહાર, ધવલભાઈ કિરીટકુમાર લુહાર, મિહિર ઠાકોર, ધિરજકુમાર કનુભાઈ પટેલ, કેનિશ મહેશભાઈ ચૌધરી, દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી, આરોહીબેન દીપકુપરી ગોસ્વામી તથા પૂજાબેન દીપકપુરી ગોસ્વામી છે.
અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા
ગઈકાલે મોડી રાતે 116 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોમાં 8 ગુજરાતી પણ સામેલ હતા. જેમને આજે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા