નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે વળતરની જાહેરાત, જોઈ લો મૃતકોની યાદી

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2025: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ત્રણ બાળકો સહિત 18 લોકોના મૃત્યુ થયા છે. અમુક લોકોને આ ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે પ્રયાગરાજ મહાકુંભ જવા માટે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ.
મૃતકોના પરિવાર માટે વળતરની જાહેરાત
ત્યારે હવે આ ઘટના બાદ પ્રભાવિત થયેલા લોકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે, તો વળી ગંભીર રીતે ઘાયલ લોકોને 2.5 લાખ આપવાની જાહેરાત કરી છે.જ્યારે સામાન્ય રીતે ઘાયલ લોકોને 1 લાખ રુપિયા આપવામાં આવશે.
ભાગદોડમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મૃત્યુ
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કાલે રાતે 10 વાગ્યે થયેલી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મૃત્યુ થયા છે.
દિલ્હી સ્ટેશન પર થયેલી આ ભાગદોડ બાદ સવાલો ઉઠી રહ્યા છે?
- જેમ કે રેલવે સ્ટેશન પર ભાગદોડની સ્થિતિ કેવી રીતે થઈ?
- સમયસર ભીડ કંટ્રોલ કેમ ન થઈ શકી?
- ભીડને જોતા વ્યવસ્થા શું હતી?
- અણીના સમયે બે સ્પેશિયલ ટ્રેન કેમ રદ કરવી પડી?
- પ્લેટફોર્મ બદલવા પર લોકોની અવરજવર માટે શું વ્યવસ્થા હતી?
નાસભાગમાં મૃત્યુ પામેલાઓમાં 9 મહિલાઓ, 5 બાળકો અને 4 પુરુષોનો સમાવેશ થાય છે.
1. આહા દેવી, પતિ રવિન્દી નાથ, બક્સર બિહાર, ઉંમર 79 વર્ષ
2. પિંકી દેવી, પતિ-ઉપેન્દ્ર શર્મા, સંગમ વિહાર દિલ્હી, ઉંમર 41 વર્ષ
3. શીલા દેવી, પતિ- ઉમેશ ગીરી, સરિતા વિહાર દિલ્હી, ઉંમર 50 વર્ષ
4. વ્યોમ, પિતા-ધરમવીર, બવાના દિલ્હી, ઉંમર 25 વર્ષ
5. પૂનમ દેવી, પતિ-મેઘનાથ, સારણ બિહાર, ઉંમર 40 વર્ષ
6. લલિતા દેવી, પતિ- સંતોષ, પરણા બિહાર, ઉંમર 35 વર્ષ
7. સુરુચી, પિતા-પુત્રી મનોજ શાહ, મુઝફ્ફરપુર બિહાર, ઉંમર 11 વર્ષ
8. કૃષ્ણા દેવી, પતિ- વિજય શાહ, સમસ્તીપુર બિહાર, ઉંમર 40 વર્ષ
9. વિજય સાહ- પિતા- રામ સરૂપ સાહ, સમસ્તીપુર બિહાર, ઉંમર 15 વર્ષ
10. નીરજ, પિતા- ઈન્દ્રજીત પાસવાન, વૈશાલી બિહાર, ઉંમર 12 વર્ષ
11. શાંતિ દેવી, પતિ- રાજ કુમાર માંઝી, નવાદા બિહાર, ઉંમર 40 વર્ષ
12. પૂજા કુમાર, પિતા- રાજ કુમાર માંઝી, નવાદા બિહાર, ઉંમર 8 વર્ષ
13. સંગીતા મલિક, પતિ- મોહિત મલિક, ભિવાની હરિયાણા, ઉંમર 34 વર્ષ
14. પૂનમ, પતિ-વીરેન્દ્ર સિંહ, મહાવીર એન્ક્લેવ, ઉંમર 34 વર્ષ
15. મમતા ઝા, પતિ- વિપિન ઝા, નાંગલોઈ દિલ્હી, ઉંમર 40 વર્ષ
16. રિયા સિંહ, પિતા- ઓપિલ સિંહ, સાગરપુર દિલ્હી, ઉંમર 7 વર્ષ
17. બેબી કુમારી, પિતા-પ્રભુ સાહ, બિજવાસન દિલ્હી, ઉંમર 24 વર્ષ
18. મનોજ, પિતા- પંચદેવ કુશવાહા, નાંગલોઈ દિલ્હી, ઉંમર 47 વર્ષ
આ પણ વાંચો: નવી દિલ્હી સ્ટેશને ભીડ અને ધક્કામુક્કીઃ મોટી દુર્ઘટનામાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા