ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

દાહોદના લીમખેડા નજીક ગોઝારો અકસ્માત, મહાકુંભથી પરત ફરેલા 4 ગુજરાતીઓના મૃત્યુ

Text To Speech

લીમખેડા, 15 ફેબ્રુઆરી : પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરેલા ગુજરાતી પરિવારને દાહોદના લીમખેડા નજીક અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. અંકલેશ્વર અને ધોળકા પંથકના પરિવારના સભ્યો મહાકુંભથી પરત આવતા હતા ત્યારે વહેલી સવારે તેમને અકસ્માત નડ્યો હતો. આ બનાવમાં 8 લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતી પરિવારની વિંગર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટાટા વિંગર ગાડીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેેમાંં અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે.

હાલમાં ઘાયલોને સારવાર માટે  દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છે.

આ પણ વાંચો :- નવા આવકવેરા બિલની સમીક્ષા માટે 31 સભ્યોની પસંદગી સમિતિની રચના, આ છે અધ્યક્ષ

Back to top button