દિલ્હીમાં બિન-સત્તાવાર કર્મચારીઓની નોકરીમાંથી થશે હકાલપટ્ટી! નોટીસ જારી થઈ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : દિલ્હીના મુખ્ય સચિવે દિલ્હી સરકાર હેઠળના તમામ વિભાગોને નોટિસ જારી કરી છે કે તેમની પાસે રહેલા તમામ બિન-સત્તાવાર કર્મચારીઓની સૂચિ બનાવવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે સૂચિ તેમને સોંપવામાં આવે. વાસ્તવમાં, કેજરીવાલ સરકારમાં વિવિધ વિભાગોમાં ઘણા પ્રકારના બિન-સત્તાવાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
શક્ય છે કે નવી સરકારની રચના સાથે દિલ્હી સરકારમાં કામ કરી રહેલા આ લોકોને સજા થશે અને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તેમને નોકરીમાંથી પણ હટાવી શકાય છે. હાલમાં જ દિલ્હીના સીએમ આતિષીની ઓફિસમાં કામ કરતો એક વ્યક્તિ 5 લાખની રોકડ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલા વ્યક્તિનું નામ ગૌરવ છે. તે ગીરીખંડ નગરમાં રૂ.5 લાખ સાથે ઝડપાયો હતો.
કેજરીવાલ સરકારમાં મોટા પાયા પર બિન-સત્તાવાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. હવે સરકાર બદલાઈ છે, એ જ યાદી કેજરીવાલની સરકાર પાસેથી માંગવામાં આવી છે. દિલ્હીમાં લગભગ 27 વર્ષ બાદ ભાજપને ભવ્ય જીત મળી છે ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
કેજરીવાલનું ‘શીશ મહેલ’ બનશે સરકારી ગેસ્ટ હાઉસ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ને હવે સરકારી ગેસ્ટ હાઉસમાં બદલી શકાશે. દિલ્હી સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલાને સરકારી ગેસ્ટ હાઉસમાં બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેબિનેટની મંજૂરી બાદ તે ગેસ્ટ હાઉસ બની જશે. આ બંગલો 6, ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત છે અને 9 વર્ષથી કેજરીવાલનું નિવાસસ્થાન હતું. આ ગેસ્ટ હાઉસમાં સરકારી કાર્યક્રમો અને મુલાકાતે આવતા અધિકારીઓ માટે રહેવાની સગવડ હશે. કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ભાજપે વિવાદ ઉભો કર્યો હતો.
જંગી જીત બાદ ભાજપે SITની રચનાની જાહેરાત કરી હતી
દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપે SITની રચનાની જાહેરાત કરી છે. નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ભાજપે ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી છે. દિલ્હી બીજેપીના વડા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભ્રષ્ટાચાર પ્રત્યે પાર્ટી ઝીરો ટોલરન્સ ધરાવે છે અને કૌભાંડોમાં સામેલ લોકો જવાબદાર રહેશે.
આ પણ વાંચો :- દાહોદના લીમખેડા નજીક ગોઝારો અકસ્માત, મહાકુંભથી પરત ફરેલા 4 ગુજરાતીઓના મૃત્યુ