રાજ્યમાં મેઘાવી માહોલ : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવા રહી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે.
મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું આજનું તાપમાન કેટલું ?
ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે જોરદાર તડકો અને ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવી જતા વરસાદી માહોલ બંધાઈ જાય છે. જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે. જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થશે તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું છે હવામાન વિભાગની આગાહી ? કેવો છે માહોલ ?
જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 19 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે તો ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 રહેશે. રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના દરિયા કિનારે બે લો પ્રેશર સક્રિય!
ગુજરાતના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ પહેલા 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હતી. પણ સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદ અને પવનને જોતાં દરિયાઈ બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવામાં આવ્યું છે.