થિયેટરમાંથી બહાર નીકળીને દર્શકોએ છાવાને સુપરહિટ ગણાવી, કહ્યું, માસ્ટરપીસ

- છાવાને માસ્ટરપીસ ગણાવીને યુઝર્સે તેને સુપરહિટ કહી દીધી. અક્ષય ખન્ના અને વિક્કી કૌશલ બંનેનો અભિનય ખૂબ વખણાયો
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘છાવા’ની રિલીઝની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ આજે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિક્કી ઉપરાંત, ફિલ્મમાં અક્ષય ખન્નાના દમદાર અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી શાનદાર સમીક્ષાઓ મળી રહી છે. આવી સ્થિતિમાં, જે લોકોએ ‘છાવા’ જોઈ છે તેઓ ટ્વિટર પર ફિલ્મ વિશે પોતાના રિવ્યુ આપી રહ્યા છે. તો ચાલો જોઈએ કે ‘છાવા’ ના ટ્વિટર રિવ્યુ પર કોણે શું કહ્યું?
#ChhaavaReview 🔥🤯
The “Climax” of #Chhaava will leave you stunned and speechless!⚡ The intensity, emotions, and power-packed performances will give you guaranteed goosebumps! 🔥🔥 #VickyKaushal delivers a career-best act, and the confrontation with #AkshayeKhanna is… pic.twitter.com/o0dUcthFCh— Vivek Mishra (@actor_vivekm) February 13, 2025
લોકોએ ‘છાવા’ ને ‘માસ્ટરપીસ’ કહી
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, ‘છાવા’ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છે. આમાં વિક્કી કૌશલનો અભિનય જોઈને દર્શકોના હોશ ઉડી ગયા છે. ઘણા દ્રશ્યો એવા છે જેણે દર્શકોને ભાવુક પણ કરી દીધા છે. ટ્વિટર પર ફિલ્મ વિશે સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘છાવાનો ક્લાઇમેક્સ તમને સ્તબ્ધ અને મંત્રમુગ્ધ કરી દેશે!’ લાગણીઓ અને શક્તિશાળી પ્રદર્શન તમારા રુવાંટા ઉભા કરી દેશે. અન્ય યુઝરે લખ્યું, હું મંત્રમુગ્ધ થઈ ગયો. એકે ફિલ્મને ‘માસ્ટરપીસ’ કહી. ફિલ્મમાં અક્ષય ખન્નાના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી. ઘણા લોકોએ કહ્યું કે ‘છાવા’ ને બ્લોકબસ્ટર બનતા કોઈ રોકી શકશે નહીં.
#Chhaava is amazing. I was speechless. Masterpiece
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥@vickykaushal09 राजे 🚩— Harshal Sonavane (@TweetsbyHarshal) February 14, 2025
ફિલ્મની વાર્તા મજબૂત
લક્ષ્મણ ઉત્તેકર દ્વારા દિગ્દર્શિત, ‘છાવા’ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્કી કૌશલે સંભાજીની ભૂમિકા ભજવી છે. જ્યારે રશ્મિકા મંદાના તેમની પત્ની બની છે. જ્યારે અક્ષય ખન્નાએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઔરંગઝેબ પોતાના પ્રદેશનો વિસ્તાર કરે છે ત્યારે સંભાજીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું છે. ઔરંગઝેબે પ્રતિજ્ઞા લીધી હતી કે તે સંભાજીને હરાવશે અને તેમનો મુગટ પહેરશે.
આ પણ વાંચોઃ રણવીર અલાહબાદિયાએ દેશભરમાં FIR થયા બાદ સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો