ભારત-અમેરિકાનું રૂ.43 લાખ કરોડના વેપારનું લક્ષ્ય, મોદીની આ ફોર્મ્યુલા સાંભળીને ટ્રમ્પ પણ ખુશ થયા


વોશિંગ્ટન, 14 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કર્યા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમએ ભારત સાથે અમેરિકાના સંબંધોને વધુ સુધારવાની વાત કરી હતી. PM એ ખાલિસ્તાન, ગેરકાયદેસર વિદેશી ભારતીયો સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
‘MAGA+MIGA=MEGA’ ભાગીદારીનો ઉલ્લેખ
આ દરમિયાન પીએમએ ‘મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન’ (MIGA) ના ભારતના વિઝન વિશે વાત કરી હતી. PMએ આ વાત ટ્રમ્પના વિશેષ સૂત્ર ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) પરથી મેળવી છે. PMએ વધુમાં કહ્યું કે ‘MAGA’ અને ‘MIGA’નું સંયુક્ત વિઝન સમૃદ્ધિ માટે મેગા ભાગીદારી બની જાય છે.
MEGA પર મોદીએ શું કહ્યું?
મોદીએ કહ્યું કે અમેરિકન લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્લોગન ‘માગા – મેક અમેરિકા ગ્રેટ અગેઇન’થી સારી રીતે વાકેફ છે. ભારતના લોકો વિકસીત ભારત 2047ના ધ્યેય તરફ ઝડપી ગતિએ અને નિશ્ચય સાથે આગળ વધતા વારસા અને વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમેરિકન ભાષામાં તેનો અર્થ થાય છે મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન – MIGA. PM એ વધુમાં કહ્યું કે જ્યારે US અને ભારત સાથે મળીને કામ કરે છે, ત્યારે તે MAGA plus MIGA ‘સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી’ બની જાય છે અને તે MEGA ભાવના છે જે આપણા ઉદ્દેશ્યોને નવું સ્તર અને અવકાશ આપે છે.
43 લાખ કરોડથી વધુના ટર્નઓવરનો લક્ષ્યાંક
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યુ કે અમે અમારા દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે, જે 2030 સુધીમાં $500 બિલિયન સુધી પહોંચી જશે. અમારી ટીમો આ નફાકારક વ્યવસાયને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરશે.
આ પણ વાંચો :- જાહેર બાંધકામ પરીક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ : પરીક્ષણથી સરકારને રૂા.184 કરોડથી વધુની આવક થઈ