અધધ…ચાંદી ૧૩૦૦ રૂપિયા થઈ મોંઘી, સોનું પણ ચમક્યું, જાણો આજનો ભાવ


નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: 2025: આજે, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો છે. લગ્નની સિઝન દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. આજે શુક્રવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. અને ચાંદી પણ મોંઘી થઈ છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં (MCX) સોનાનો ભાવ લગભગ રૂ. ૩૫૯ (૦.૪૨%)ના વધારા સાથે રૂ. ૮૬,૧૬૮ પર છે. જ્યારે ચાંદી પણ ૧૩૧૯ રૂપિયા (૧.૩૯) વધીને ૯૬,૫૫૨ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આજે ભારતમાં સોનાનો ભાવ 410 રૂપિયા વધીને 86,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી ૧૨૯૦ રૂપિયાના વધારા સાથે ૯૬,૯૫૦ રૂપિયા પર કારોબાર કરી રહી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે સોનું ૮૫,૯૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૯૫,૬૬૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ 140 રૂપિયા વધીને 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા. બુધવારે ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતું સોનું ૮૭,૯૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું. ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ ૧૪૦ રૂપિયા વધીને ૮૭,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, તે 87,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
આ પણ વાંચો..સપ્તાહના છેલ્લા દિવસે પણ બજાર પછડાયુ, સેન્સેક્સ નિફ્ટી ઘટાડા તરફી