ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા: બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/driving-9.jpg)
બનાસકાંઠા, 13 ફેબ્રુઆરી: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપને લઈ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિમીની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભય ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર દિશામાં નોંધાયું હતું. ૩.૩ કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
આ પણ વાંચો..VIDEO પ્રયાગરાજ મહાકુંભઃ ગ્રાઉન્ડ રિપોર્ટઃ જાણો ગુજરાતના આ અઘોરીએ શું કહ્યુ