ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનમાં સફર કરતા મુસાફરો માટે ખાસ સમાચાર

Text To Speech
  • ગાંધીનગર માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નથી
  • APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી ટ્રેન સેવા ઉપલબ્ધ
  • સમયની બચત સાથે નાણાની પણ લોકોને બચત થઇ રહી છે

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનમાં સફર કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે. હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નથી.

APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી ટ્રેન સેવાઓ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ

GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે કે જે PDEU થઈને જશે. 15મી ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી ટ્રેન સેવાઓ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ રહેશે. હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે.

સમયની બચત સાથે નાણાની પણ લોકોને બચત થઇ રહી છે

મેટ્રો સેવા અમદાવાદ અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવતા અનેક મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી છે. જેમાં સમયની બચત સાથે નાણાની પણ લોકોને બચત થઇ રહી છે.

આ પણ વાંચો: નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું

Back to top button