વિક્કી કૌશલ પહોંચ્યો મહાકુંભઃ કહ્યું, ઘણા સમયથી અહીં આવવાની રાહ જોતો હતો
- વિક્કી કૌશલ તેની આગામી ફિલ્મ છાવાના પ્રમોશન માટે દેશભરનો પ્રવાસ કરી રહ્યો છે, હવે તે મહાકુંભ પણ પહોંચી ગયો છે
HD ન્યુઝ ડેસ્કઃ વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ છાવા ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ માટે, બંને સ્ટાર્સ આખા દેશનો પ્રવાસ કરી રહ્યા છે અને ‘છાવા’નું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન આજે 13 ફેબ્રુઆરીના રોજ, વિકી કૌશલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પહોંચ્યો હતો.
#WATCH | Prayagraj, Uttar Pradesh | Actor Vicky Kaushal visits Mahakumbh 2025. pic.twitter.com/GrnSQtVnkO
— ANI (@ANI) February 13, 2025
અભિનેતા તેમની ટીમ સાથે કડક સુરક્ષા વચ્ચે મહાકુંભ પહોંચ્યો હતો, જ્યાં તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે પ્રાઈવેટ બોટ દ્વારા જતો જોવા મળ્યો હતો. ANI દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં વિકી કૌશલે મહાકુંભ પહોંચ્યા પછી કહ્યું કે તે પોતાની જાતને ભાગ્યશાળી અનુભવી રહ્યો છે કે તેને અહીં આવવાની તક મળી.
અભિનેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને ખૂબ સારું લાગી રહ્યું છે. હું ઘણા સમયથી અહીં આવવાની તક મેળવવાની રાહ જોઈ રહ્યો હતો. હવે જ્યારે હું આવ્યો છું, ત્યારે હું ખૂબ સારું અનુભવી રહ્યો છું.
#WATCH | Prayagraj, Uttar Pradesh | Actor Vicky Kaushal says, “I am feeling good. I was waiting to visit Mahakumbh. I am fortunate as I got the opportunity to come here.” https://t.co/qF4dmU1cKV pic.twitter.com/e1oTgSh35c
— ANI (@ANI) February 13, 2025
ઘણા બોલિવૂડ સેલેબ્સ મહાકુંભમાં પહોંચ્યા છે
ઉલ્લેખનીય છે કે દેશના ઘણા મોટા સેલિબ્રિટીઝે સંગમ સ્નાન માટે મહાકુંભ 2025માં ભાગ લીધો છે. મહાકુંભના ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ રહ્યા નથી. અત્યાર સુધીમાં અભિનેતા અનુપમ ખેર, રાજકુમાર રાવ, વિદ્યુત જામવાલ, પંકજ ત્રિપાઠી, એશા ગુપ્તા, હેમા માલિની, રેમો ડિસોઝા, વિજય દેવરકોંડા, મિલિંદ સોમણ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ સમય રૈનાએ YouTube પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ વીડિયો ડિલીટ કર્યા!
આ પણ વાંચોઃ તમિલ સુપરસ્ટાર કમલ હાસન રાજ્યસભામાં જાય તેવી શક્યતા, આ પાર્ટીના સપોર્ટથી બની શકે છે ઉમેદવાર