ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ: સંસદમાં રજૂ થશે નવુ આવક વેરા બિલ અને વક્ફ સંશોધન બિલ

Text To Speech

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2025: સંસદમાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભારે હોબાળો જોવા મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કરશે તેની સાથે વક્ફ સંશોધન બીલ પણ રજૂ થનાર છે. આ બિલને કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી ચુકી છે. તો વળી વક્ફ સંશોધન બિલ પર બનાવેલી જેપીસીનો રિપોર્ટ પણ લોકસભા અને રાજ્યસભાના પટલ પર રજૂ કરવામાં આવશે. લોકસભાની કાર્યવાહી સૂચી અનુસાર, સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ બિલથી સંબંધિત રિપોર્ટ અને પુરાવાનો રેકોર્ડ સદનના પટલ પર રજૂ કરશે. આ રિપોર્ટ રાજ્યસભાના પટલ પર પણ રજૂ કરવામાં આવશે.

બજેટ સત્રના પ્રથમ તબક્કાનો આજે છેલ્લે દિવસ

અહીં ઉલ્લેખનિય છે કે સંસદમાં હાલમાં બજેટ સત્રનો પ્રથમ તબક્કાનો આજે છેલ્લો દિવસ છે. વક્ફ સંશોધન બિલ પર બનાવેલી જેપીસીનો રિપોર્ટ ગત 30 જાન્યુઆરીના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપવામાં આવ્યો હતો. સમિતિનો 566 પાનાનો આ રિપોર્ટમાં બહુમતથી સ્વીકાર કર્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા કરવામાં આવેલી ભલામણો પણ સામેલ છે. વિપક્ષી સભ્યોએ તેને અસંવૈધાનિક ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે આ પગલાથી વક્ફ બોર્ડ બરબાદ થઈ જશે.

44 જોગવાઈઓમાં સંશોધનનો પ્રસ્તાવ

ભાજપના સભ્યોએ આ વાત પર ભાર આપ્યો હતો કે પાછલા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલું બિલ વક્ફ સંપત્તિઓની જોગવાઈમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાનો પ્રયાસ કરશે.સમિતિએ ભાજપ સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સંશોધનોનો સ્વીકાર કર્યો હતો અને વિપક્ષી સભ્યોના સંશોધનનો ફગાવી દીધા હતા. સમિતિમાં સામેલ વિપક્ષી સભ્યોએ વક્ફ બિલની તમામ 44 જોગવાઈમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સમિતિ તરફથી પ્રસ્તાવિત કાનૂન બિલના દમનકારી ચરિત્રને યથાવત રાખશે અને મુસ્લિમોના ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ગાંધીનગર ખાતે BIMSTECના સાત સભ્ય દેશોના 70 પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ

Back to top button