ગાંધીનગર ખાતે BIMSTECના સાત સભ્ય દેશોના 70 પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mansukh-mandviya-1.jpg)
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2025: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BIMSTECના સાત સભ્ય દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાનની સંસદના 70 યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન-મંથન અર્થે યુથ એઝ અ બ્રિજ ફોર BIMSTEC એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું.
BIMSTEC નું સંક્ષિપ્ત પરિચય
BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) એ 7 દેશોના ગઠબંધન છે, જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે. આ સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભુટાન સામેલ છે. BIMSTEC નો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક, ટેક્નિકલ અને સંસ્કૃતિક સહકાર વધારવાનો છે. તે મલ્ટી-સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણઝણાઈ રહ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ, અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
મોદીજીનો BIMSTEC દેશો પર દૃષ્ટિકોણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTEC પર તેમના વિધાનમાં આક્ષેપ કર્યો છે કે આ સંસ્થા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે BIMSTEC દેશો વચ્ચે પરસ્પર સંલગ્નતા અને સહકાર વધારવા માટે India’s ને સક્રિયતા વ્યક્ત કરી છે. એણે વૈશ્વિક સ્તરે ભારતની દ્રષ્ટિ એક એવા પ્રદેશ તરીકે રજૂ કરવાની વાત કરી છે જ્યાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગથી એ દેશો આગળ વધીને આર્થિક રીતે મજબૂત બની શકે છે.
મોદીજીના મતો અનુસાર, BIMSTEC ના દ્વારા, આ 7 દેશો સહયોગ અને સંલગ્નતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણો સર એમના દ્વારા પહેલી BIMSTEC યુથ સમિટ ભારત માં યોજવા નો નિર્ણય કર્યો હતો.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BIMSTECના સાત સભ્ય દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાનની સંસદના 70 યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન-મંથન અર્થે યુથ એઝ અ બ્રિજ ફોર BIMSTEC એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ સમિટનું ઉદઘાટન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સમિટમા ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે. દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે. વિવિધ ક્ષિતિજ ઉપર દેશના વિકાસની જવાબદારી યુવાનના શિરે રહેલી છે. યુવાનોએ આ જવાબદારીને એક તક સમજી તે ઝડપી લેવાની પહેલ કરવી જોઈએ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BIMSTEC-બીમસ્ટેકના સાત સભ્ય દેશોના 70 યુવા પ્રતિનિધિઓની સમિટમાં યુવા પ્રતિનિધિઓને આહવાન કરતા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ આમ જણાવ્યું હતું. બિસ્ટેક સમિટમાં શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ ભારતીય ડેલિગેશન નું નેતૃત્વ કર્યું હતું.
દેશના બહુઆયામી, સર્વાંગી વિકાસમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે. તમામ સાત સભ્ય દેશોએ યુવા નેતાઓની સામૂહિક ઊર્જાનો ઉપયોગ કરીને પરસ્પર સિદ્ધિના સહિયારા લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ તેમ યુવા સંસદ ડોક્ટર હેમાંગ જોષીએ પોતાના પ્રેરક અને ચાવીરૂપ વક્તવ્ય દરમિયાન ઉમેર્યું હતું.
સમિટમાં ઉપસ્થિત યુવા શક્તિએ વૈશ્વિક પડકારો અને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા વિચારણા કરી, આ માટે શું કરી શકાય?તે મુદ્દે વિચારોની આપ લે કરી હતી. પાંચ દિવસીય આ સમિટમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અને બીમ્સટેક વિષય પર ચર્ચા સત્ર યોજાયું હતું. જેમાં સાત સભ્ય દેશોના યુવા અગ્રણી નેતાઓએ પોતાના દેશમાં યુવા વિકાસની મુખ્ય પહેલો રજૂ કરી હતી. આ ઉપરાંત મેરા યુવા ભારતની પહેલ પર આયોજિત સત્રમાં યુવાનોના વિકાસ અને આગેવાની હેઠળની પ્રગતિ માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત વ્યાપક સંસ્થાકીય વ્યવસ્થા અંગે પણ વૈચારિક આદાન-પ્રદાન કરાયું હતું.
BIMSTEC- બે ઓફ બેંગાલ મલ્ટિ સેક્ટરલ, ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ સાત સભ્ય દેશોમાં જળવાયુ પરિવર્તન, ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે. સમિટ દરમિયાન સભ્ય પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વર્તમાન આધુનિક સિદ્ધિઓની ઝાંખી કરાવતી દાંડી કુટીર, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.
સમિટના પુર્ણાહુતિ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માનરૂપે ભારત દ્વારા સાંસદ ડો. હેમાંગ જોષી ના અધ્યક્ષસ્થાને પ્રીતિ ભોજનનું આયોજન કર્યું હતું. સાત દેશોના યુવા પ્રતિનિધિઓએ રસ અને સ્વાદથી મધમઘતા પરંપરાગત ભારતીય ભોજનની મજા માણી તેની ભારોભાર પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના ગાંધીનગરમાં પ્રથમ BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કર્યું