ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂંછમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Text To Speech

જમ્મુ, 13 ફેબ્રુઆરી 2025: પાકિસ્તાન ભારતની જોડતી લાઈન ઓફ કંટ્રોલ પર પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લેતું. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો છે. આ ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાની સેનાને પીછેહટ કરવી પડી હતી. સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી આપી છે.

આઈઈડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત બે સૈનિક શહીદ

પાકિસ્તાન તરફથી થયેલા નુકસાનની જાણકારી તાત્કાલિક મળી શકી નથી. પણ અધિકારીઓએ જણાવ્યું કે, દુશ્મન સેનાને ભારે નુકસાન થયું છે. ભારતીય સેનાએ તેની પુષ્ટિ તો નથી કરી અને ખંડન પણ નથી કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન એવા સમયે કર્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે સંદિગ્ધ આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સૈન્યકર્મીના જીવ ગયા હતા.

પૂંછના તારકુંડી વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન

ભારત અને પાકિસ્તાન દ્વારા 25 ફેબ્રુઆરી 2021ના સંઘર્ષ વિરામ કરારને નવીનીકૃત કર્યા બાદ એલઓસી પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ખૂબ જ ઓછી ઘટનાઓ નોંધાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ એલઓસી પર તારકુંડી વિસ્તારમાં અગ્રિમ ચોકી પર ગોળીબાર કરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકામાં પહોંચ્યા પીએમ મોદી: વોશિંગટનમાં ભારતીયોએ ભવ્ય સ્વાગત કર્યું, જાણો તેમનો આજનો કાર્યક્રમ

Back to top button