મની લોન્ડરિંગ કાયદાનો પણ દહેજ કાયદાની જેમ દુરુપયોગ! PMLA કેસ પર SCની આકરી ટિપ્પણી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Supreme Court](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/10/Supreme-Court-10.jpg)
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી : પીએમએલએના મામલામાં સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે મની લોન્ડરિંગ કાયદાનો પણ દહેજ કાયદાની જેમ દુરુપયોગ થઈ રહ્યો છે. મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓનો ઉપયોગ આરોપીને કાયમ માટે જેલમાં રાખવા માટે કરી શકાતો નથી. જસ્ટિસ અભય ઓકે આ કેસમાં EDને ફટકાર લગાવી અને કહ્યું કે 498Aની જેમ પીએમએલએનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપી છત્તીસગઢના ભૂતપૂર્વ આબકારી અધિકારી અરુણ પતિ ત્રિપાઠીને નિયમિત જામીન મંજૂર કર્યા છે, જોકે ત્રિપાઠીને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં કારણ કે તે આર્થિક ગુના વિંગ દ્વારા દાખલ કરાયેલા અન્ય કેસનો સામનો કરી રહ્યો છે.
જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન મસીહની બેન્ચે કહ્યું કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓનો ઉપયોગ કોઈને કાયમ માટે જેલમાં રાખવા માટે થઈ શકે નહીં અને કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પણ ફટકાર લગાવી અને કહ્યું કે PMLAનો દહેજ કાયદા (સેક્શન 498A)ની જેમ દુરુપયોગ થઈ રહ્યો છે.
છેલ્લી સુનાવણી દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, ED તરફથી હાજર થઈને, ED દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એજન્સીમાં કંઈક ખોટું છે. કોર્ટે તેને ગંભીર મામલો ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે EDએ મે 2023માં દારૂ કૌભાંડ કેસમાં ત્રિપાઠીની ધરપકડ કરી હતી.આબકારી વિભાગના વરિષ્ઠ અધિકારી ત્રિપાઠીએ છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડના એમડી તરીકે પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો :- અમદાવાદ વનડે : ગિલની સદી અને કોહલી-ઐયરની ફિફ્ટી, ભારતે ઈંગ્લેન્ડને આપ્યો આ ટાર્ગેટ