ગુજરાત: અમરેલી જિલ્લામાં ભાજપના 3 બળવાખોર હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![BJP](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/10/BJP-4.jpg)
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ
- પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ભાજપના 3 બળવાખોર હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા અને ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
અમરેલી જિલ્લામાં પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ ભાજપના 3 હોદ્દેદારોને સસ્પેન્ડ આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થયા હતા. જેથી તેમણે અથવા તેમના પરિજનોએ અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી
રાજકીય સ્થિતિ બેકાબુ બનતા જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જેમાં અમરેલી જિલ્લામાં ભાજપના 3 હોદ્દેદારો હિરેનભાઈ પાડા (જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ લાઠી), કલ્પેશભાઈ મેતલીયા (પૂર્વ નગર સેવક ભાજપ લાઠી) , હરેશભાઈ ગોહિલ (સક્રિય કાર્યકર્તા રાજુલા) પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ