કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગર : સિક્કામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ કરતાં બે શખ્સો ઝડપાયા

Text To Speech

જામનગર એલસીબી દ્વારા સિક્કામાંથી આધાર બિલ વગરના ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં ગેસ રિફિલીંગ કરતાં બે શખ્સોને ઝડપી લઇ ગેસના બાટલા તથા ગેસ રિફીલીંગના સાધનો સહિત કુલ રૂા. 61960નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પંચવટી વિસ્તારમાં આવેલી પ્રણવરાજ શાળા પાછળની ઓરડીમાં બાતમીના આધારે દરોડો
આ અંગેની વિગત મુજબ જામનગર એલસીબીના દોલતસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજીયા સહિતના સ્ટાફે રેઇટ દરમિયાન સિક્કામાં પંચવટીમાં પ્રણવરાજ સ્કૂલની પાછળ મહિપતસિંહ જાડેજાની માલિકીની ઓરડીમાંથી મુસ્તાક ઉંમર મનોરીયા તથા નિંબર સુકઇ નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓની ઓરડીની તલાશી લેતા કેટલાક ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જે શંકાસ્પદ હોય પોલીસે પુછતાં તેઓ ગેરકાયદેસર રીફીલિંગ કરતા હોવાનું કબુલતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

શું મુદ્દામાલ એલસીબીએ કર્યો કબજે ?
જામનગર એલસીબીએ ઝડપી પાડેલું ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કૌભાંડમાં રૂા. 38,000ની કિમતના રિલાયન્સ કંપનીના 17 નંગ નાના-મોટા બાટલા તથા રૂા. 5760ની રોકડ અને ગેસ રિફીલીંગના સાધનો પાના-પકડ અને બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 61960ના મુદ્દામાલ સાથે બિલ આધાર વગરનો મળી આવતાં શક પડતી મિલકત તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની ગેસ રિફિલીંગ બાબતે પૂછપરછ કરતાં મહિપતસિંહ જાડેજાના કહેવાથી ગેસ રિફીલીંગ કરતાં હોવાની કેફીયત આપી હતી. આ કાર્યવાહી એલસીબીના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, માંડણભાઇ વસરા, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button