ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

Video/ હિના ખાન માટે જાન લઈને પહોંચ્યા બોયફ્રેન્ડ રોકી જૈસવાલ? તેજસ્વી પ્રકાશ અને નિક્કીએ ડાન્સ કર્યોં

Text To Speech

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2025 :   લોકપ્રિય ટીવી અભિનેત્રી હિના ખાન છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે, પરંતુ તેમની હિંમત અને જુસ્સાએ બધાને પ્રેરણા આપી છે. આ મુશ્કેલ સમયમાં, તેનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ તેની સાથે મજબૂતીથી ઉભો છે અને દરેક પગલા પર તેનો સાથ આપી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને પણ લાગશે કે હિના અને રોકી લગ્ન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વાયરલ વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા 
આ વીડિયોમાં, હિના ખાન અને રોકી જયસ્વાલ દુલ્હા અને દુલ્હનના પોશાકમાં જોવા મળે છે. વાતાવરણ પણ ભવ્ય લગ્ન જેવું લાગે છે. વીડિયોમાં તેજસ્વી પ્રકાશ, નિક્કી તંબોલી બારાતીઓની જેમ નાચતા જોવા મળે છે અને વરિષ્ઠ અભિનેત્રી ઉષા નાડકર્ણી બંનેની આરતી કરીને તેમનું સ્વાગત કરતી જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા પછી, ચાહકો કોમેન્ટમાં બંનેને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. પરંતુ વીડિયોની વાસ્તવિકતા તેમના લગ્નની નથી પરંતુ સેલિબ્રિટી માસ્ટરશેફના એક ખાસ એપિસોડની છે જેમાં હિના અને તેના બોયફ્રેન્ડ રોકીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

રોકીએ હિનાને સાથ આપ્યો
હિના ખાન અને રોકી જયસ્વાલ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે, પરંતુ તેમણે હજુ સુધી લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, રોકી હંમેશા હિનાના સારા અને ખરાબ સમયમાં તેની સાથે ઉભો રહ્યો છે. થોડા દિવસો પહેલા, હિનાએ તેના સોશિયલ મીડિયા પર રોકી માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે રોકીએ તેના મુશ્કેલ સમયમાં તેને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું હતું. તસવીરોમાં, રોકી હિનાના પગની માલિશ કરતો જોવા મળ્યો હતો. અભિનેત્રીની પોસ્ટ પછી, ચાહકો બંનેના લગ્ન થવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : અત્યારસુધીમાં 7 લોકોના અવસાન અને 5 નવા કેસ, કેટલો ખતરનાક GBS; મહારાષ્ટ્રમાં તબાહી મચાવી

Back to top button