કોકોનટ વોટર ક્યારે પીશો? સવારે, બપોરે કે સાંજે?
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![કોકોનટ વોટર ક્યારે પીશો? સવારે, બપોરે કે સાંજે? hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/09/coconut-water-2.jpg)
- કોકોનટ વોટર પીવાનો સાચો સમય નહિ જાણતા હો તો તે તમને ફાયદાના બદલે નુકસાન આપી શકે છે. જાણો કયા સમયે તે પીવું હિતાવહ છે
ઘણા લોકો સારી હેલ્થ મેળવવા માટે કોકોનટ વોટર પીવે છે, પણ શું તમને ખબર છે કે તેને પીવાનો યોગ્ય સમય કયો છે? જો તમે ખોટા સમયે નાળિયેર પાણી પીશો તો તમને તેના ફાયદા મળવાના બદલે નુકસાન જ થશે. ક્યારે નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે?
સવારે નાળિયેર પાણી પી શકાય?
જો તમે તમારા દિવસની શરૂઆત તાજગી અને ઉર્જાથી કરવા માંગતા હો તો સવારે નારિયેળ પાણી પીવું શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, પરંતુ તેને ખાલી પેટે પીવું નુકસાનકારક છે. જો તમને પેટમાં ગેસ કે એસિડિટીની સમસ્યા હોય, તો સવારે વહેલા નાળિયેર પાણી પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. પણ તેને ખાલી પેટે પીવાની ભૂલ ન કરો.
બપોરે નાળિયેર પાણી પી શકાય?
બપોરે નારિયેળ પાણી પીવાથી શરીર ઠંડુ અને ઉર્જાવાન રહે છે. આ સમયે તમે નાળિયેર પાણી પી શકો છો. જો તમને બપોરે થાક લાગે છે, તો નાળિયેર પાણી કુદરતી ઉર્જા આપવાનું કામ કરે છે. જો તમે બપોરના ભોજન પછી નાળિયેર પાણી પીઓ છો, તો તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
રાત્રે નાળિયેર પાણી પીવું જોઈએ કે નહીં?
રાત્રે નારિયેળ પીવું નુકસાનકારક બની શકે છે. રાત્રે નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને શિયાળામાં. કારણ કે તેનો ઉપયોગ પેટમાંથી ગરમી દૂર કરવા અને ઠંડક આપવા માટે થાય છે. તેથી રાત્રે નાળિયેર પાણી ન પીવાનો પ્રયાસ કરો. સાંજ છ વાગ્યા પછી પીવાતું નાળિયેર પાણી શરીરમાં ગેસ વધારી શકે છે તેવું આયુર્વેદમાં કહેવાયું છે.
આ પણ વાંચોઃ વાહ શું વાત છે! દારૂ પીવો અને રજાઓ ગાળો, કર્મચારીઓને ખુશ કરવા કંપનીએ ગજબની ઑફર આપી