BCCIના ફેરફાર બાદ ટીમ ઈંડિયાનું ચિત્ર બદલાઈ ગયું, જોઈ લો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવી હશે રોહિતની સેના
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Team-India.jpg)
Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહને આ મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટ દરમ્યાન પીઠમાં ખેંચ આવી હતી. તેમાંથી તે બહાર આવી શક્યો નથી. આમ BCCIના ફેરફાર બાદ ટીમ ઈંડિયાનું ચિત્ર બદલાઈ ગયું છે.
રાણા અને ચક્રવર્તીની એન્ટ્રીથી કોમ્બિનેશન બદલાયું
બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર હર્ષિત રાણાની ચેમ્પિયન્સ ટ્રોફીમાં એન્ટ્રી થઈ છે. જેને ફક્ત બે વન ડે મેચનો અનુભવ છે. આ ઉપરાંત 15 સભ્યોની ટીમમાં ઓપનર યશસવી જાયસવાલ પણ બહાર થઈ ગયો છે. યશસ્વીની જગ્યાએ સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં એન્ટ્રી મળી છે. વરુણે કટકમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાંથી ડેબ્યૂ કર્યું છે.
વરુણ ચક્રવર્તીને લઈને ચર્ચા ચાલી રહી હતી કે તેને વોશિંગટન સુંદરની જગ્યા પર ભારતીય ટીમમાં લેવાયો છે. પણ સિલેક્ટર્સે વરુણને ટીમમાં સામેલ કરવાની અવેજમાં એક બેટ્સમેનને પણ ટીમમાંથી બહાર કરી દીધો. ફેન્સને આશા નહોતી કે યશસ્વીને ટીમમાંથી બહાર કરી દેશે.
આ ફેરફારના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હવે ટીમ ઈંડિયાનું કોમ્બિનેશન પણ બદલાઈ ગયું છે. ટીમમાં હવે પાંચ સ્પિનર થઈ ગયા છે. તેમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનું નામ સામેલ છે. સારી વાત એ છે કે તેમાં વરુણને બાદ કરતા ચારેય પાસે બેટિંગનો અનુભવ છે. જો કે તેમનું મુખ્ય કામ સ્પિન બોલીંગ જ કરવાનું છે. જે દુબઈની પિચ માટે જરુરી છે.
યશસ્વી જયસવાલ બહાર થવાના કારણે હવે ટીમમાં કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે રહી ગયા છે. જ્યારે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સપોર્ટમાં છે. સ્કોવ્ડમાં કેએલ રાહુલ અને ઋષભ પંત તરીકે બે વિકેટકીપર છે. ફાસ્ટ બોલરમાં હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ સામેલ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલિંગ કરી શકે છે. પણ તે કેટલી ઓવર નાખી શકે છે, તે જોવાનું રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફ્રી માટે ટીમ ઈંડિયાનું કોમ્બિનેશન
ઓપનર (2)- રોહિત શર્મા, શુભમન ગિલ
બેટ્સમેન (2)- વિરાટ કોહલી, શ્રેયસ અય્યર
વિકેટકીપર (2)- કેએલ રાહુલ, ઋષભ પંત
ઓલરાઉન્ડર- રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
પેસર- હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
આ પણ વાંચો: પોલીસને ધમકી આપનારા આપના ધારાસભ્ય ખુદ ગાયબ થયાં, શોધવા માટે પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા