ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mahakumbh-1.jpg)
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: 2025: ભારતીય શેરબજાર બુધવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે ગયું. સવારે 10 વાગ્યે, BSE સેન્સેક્સ 837.83 પોઈન્ટ અથવા 1.10% ઘટીને 75,455.77 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 પણ 241.50 પોઈન્ટ અથવા 1.05% ઘટીને 22,830.30 પોઈન્ટ પર હતો.
બુધવારે ભારતીય શેરબજારોમા બંને મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા. નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૦૫૦ પર ખુલ્યો, જ્યારે બીએસઈ સેન્સેક્સ ૧૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૧૭૯ પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 471 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાં, ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક અને ઝોમેટોના શેર સૌથી વધુ ઘટ્યા. આમાં 1.5% થી 2.3% નો ઘટાડો નોંધાયો. એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને ટાઇટન પણ લાલ નિશાનમાં ખુલ્યા. બીજી તરફ, TCS, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને HCL ટેકના શેરમાં વધારો જોવા મળ્યો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી બેંક, ઓટો, એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકો 1.4% સુધી ઘટ્યા હતા.
આ પણ વાંચો..રૂ.2435 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBIનો કોર્ટે ઉધડો લીધો, જાણો કેમ