અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારે 458 ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારી, હાઈકોર્ટમાં માહિતી આપી

Text To Speech

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2025: ગુજરાત સરકારે જાહેર સ્થળો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને 458 નોટિસ ફટકારી છે. આ વાત સરકારે ખુદ હાઈકોર્ટમાં જણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની ખંડપીઠે એક આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે દિશા નિર્દોશોને લાગૂ કરવા માટે પ્રભાવી પગલા ઉઠાવ્યા છે અને સાર્વજનિક રસ્તા, જાહેર પાર્ક અને અન્ય જાહેર સ્થળો પર અનધિકૃત ધાર્મિક ઢાંચાઓના રહેવાસીઓને 458 નોટિસ ફટકારી છે.

સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, જનતામાં જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક અખબારોમાં 2607 નોટિસ પ્રકાશિત કરી છે. સાથે જ સાર્વજનિક સ્થળો પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવા માટે સ્થાનિક ધાર્મિક પ્રમુખોને જાગૃત કર્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, 2006માં હાઈકોર્ટે જાહેર જગ્યા પર દબાણ કરનારા કથિત ધાર્મિક સ્થળોને હટાવવા માટે વડોદરા નગર નિગમ દ્વારા ચલાવવામાં આવેલા દબાણહટાવો અભિયાનના સંબંધમાં સ્વત: સંજ્ઞાન લેતા એક્શન શરુ કરી હતી.

નીતિ ઘડવા માટે નિર્દેશ આપ્યા હતા

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સાર્વજનિક સ્થળો પર અનધિકૃત દબાણોની ઓળખ કરવા અને તેમને હટાવવા, શિફ્ટ કરવા તથા નિયમિત કરવાના સંબંધમાં એક વ્યાપક નીતિ તૈયાર કરવા માટે નિર્દેશ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: અયોધ્યા: રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 87 વર્ષની ઉંમરે નિધન

Back to top button