ટ્રેન્ડિંગનેશનલ

લોન રિકવર કરવા ગયેલા બેન્ક કર્મચારી પર મોહી ગઈ પરણેલી મહિલા, પતિને પડતો મુકી લગ્ન કરી લીધા

Text To Speech

જમુઈ, 12 ફેબ્રુઆરી 2025: બિહારના જમુઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લોન રિકવર કરવા પહોંચેલા એક બેન્ક કર્મચારી પર એક પરણેલી મહિલાનું દિલ આવી ગયું અને તેણે પોતાના પતિને છોડી બેન્કકર્મી સાથે લગ્ન કરી લીધા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા થવા લાગી છે અને લોકોને નવાઈ લાગી રહી છે.

જમુઈમાં લોન રિકવર કરવા પહોંચેલા એક બેન્ક કર્મી પર મહિલાનું દિલ આવી ગયું અને મહિલાએ પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરી લીધી. મંગળવાર બપોરે 2 વાગ્યે ત્રિપુરારી ઘાટ પર આવેલા ભૂતનાથ મંદિરમાં બંનેએ હિન્દુ રીતિ રિવાજથી વિધિ વિધાનપૂર્વક લગ્ન કરી લીધા.

આ લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ લગ્નને જોવા માટે કેટલાય લોકો પણ પહોંચ્યા હતા. હકીકતમાં જોઈએ તો, લછુઆડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાજલ ગામના રહેવાસી ઉપેન્દ્ર પ્રસાદના પુત્ર હવન કુમાર ચકાઈમાં આવેલી બેન્કમાં કામ કરે છે. લોનની રિકવરી માટે તે ગામડે ગામડે ફરતા હતા. આ દરમ્યાન થોડા મહિના પહેલા પવન કુમારની મુલાકાત સોનો ના કર્મા ટાંડ ગામના રહેવાસી પિન્ટુ શર્માની દીકરી ઈંદિરા કુમારી સાથે થઈ હતી.

પવન કુમાર હંમેસા લોન રિકવરી માટે જતાં હતા. આ દરમ્યાન ઈંદિરા કુમારીનું દિલ પવન કુમાર પર આવી ગયું. આ દરમ્યાન બંને વચ્ચે મોબાઈલ પર વાત થવા લાગી. બંને વચ્ચે પ્રેમ થયો તો ઈંદિરા કુમારીએ પતિને છોડી દીધો અને ઘરેથી બાગીને પ્રેમી પવન કુમાર સાથે લગ્ન કરી લીધા. ઈંદિરા કુમારીની વાત માનીએ તો તેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા, જો કે પતિ દારુડીયો હોવાથી હંમેશા મારપીટ કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ બેન્ક કર્મચારી સાથે લગ્ન કરી લીધા.

આ પણ વાંચો: ડ્રાઈવિંગ શીખવા જતાં મોટી દુર્ઘટના ઘટી, 15 ફુટ ઊંડા કૂવામાં કાર ખાબકી, 3 યુવકોના મૃત્યુ

Back to top button