દેશનું હવામાન: આ સાત રાજ્યોમાં વરસાદ ખાબકશે, શું ફરી એક વાર ઠંડીનો રાઉન્ડ આવશે?


નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2025: હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીની લગભગ વિદાય થઈ ચુકી છે. આવું એટલા માટે કેમ કે હળવી ઠંડી હવે ફક્ત સવાર અને સાંજે જ દેખાય છે. આખો દિવસ તડકો રહેવાના કારણે ગરમી અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં આવી ગરમી મે જૂનમાં પડવાની ગરમીના સંકેતો આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ, તો વળી સિક્કિમ, આસામ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ નોંધાયો. ઓડિશાના અમુક ભાગમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી.
આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે પૂર્વી ભારતના અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સ્કાઈમેટ વેદરના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકની અંદર, અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સાથે એક બે જગ્યા પર ભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે. તો વળી ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અમુક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા, આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થઈ શકે છે.
કેવો રહેશે હવામાનનો મિજાજ
સ્કાઈમેટ વેદરના રિપોર્ટ અનુસાર, આ સમયે એક પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ છે. તેના કારણથી રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં એક ચક્રવાતી પરિસંચરણ બનેલું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશમાં પણ ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળી શકે છે. વેબસાઈટના અનુસાર, પૂર્વી ભારતના અમુક રાજ્યોમાં ન્યૂનતમ તાપમાનમાં આગામી 24 કલાક દરમ્યાન વધારો થશે. પણ ત્યાર બાદ ઘટાડો થઈ શકે છે. ઉત્તર પશ્ચિમી અને મધ્ય ભારતના ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
આ સાત રાજ્યોમાં વરસાદની સંભાવના
આગામી 48 કલાકમાં દેશના સાત રાજ્યો, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ક્યાંકને ક્યાંક વરસાદ થવાની સંભાવના છે. તો વળી પશ્ચિમ બંગાળમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી હવામાનમાં બદલાવ જોવા મળશે.
આ પણ વાંચો: Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસવાલ બહાર, આ બે ખેલાડીઓને મળ્યો મોકો