ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું AIના કારણે નોકરીઓ જશે? ફ્રાન્સમાં નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન

Text To Speech

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2025 :   પીએમ મોદીએ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે AI એક્શન સમિટને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે AI પહેલાથી જ આપણી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં AI માનવતા માટે કોડ લખી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે AI લાખો જીવન બદલી શકે છે. ભારતનું AI મિશન ખૂબ અસરકારક છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “AI પહેલાથી જ આપણી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. AI આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે…”

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

મશીનોની તાકાત વધવી એ ચિંતાનો વિષય નથી – પીએમ મોદી

AI સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, AI એ સમયની જરૂરિયાત છે. આપણી પાસે દુનિયાની સૌથી મોટી પ્રતિભા છે. અમે ડેટા સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી છે. AI નું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. કેટલાક લોકો મશીનોની વધતી તાકાતથી ચિંતિત છે પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. પીએમ મોદીએ કહ્યું, “AI નવી નોકરીની તકો ઉભી કરશે. AI ‘માનવતા માટેનો કોડ’ લખી રહ્યું છે. AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. સમય સાથે, રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આપણે AI દ્વારા સર્જાતા રોજગાર સંકટ પર ધ્યાન આપવું પડશે. ઇતિહાસ સાક્ષી છે કે ટેકનોલોજી નોકરીઓ છીનવી લેતી નથી”.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “એઆઈ આપણા રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને સકારાત્મક રીતે બદલી રહ્યું છે. એઆઈ માનવતા માટે મદદરૂપ છે. તે સમાજ અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે”.

આ પણ વાંચો : છેતરપિંડીના કેસમાં અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલીન ચીફ મેનેજરને 3 વર્ષની જેલ 

Back to top button