અમેરિકા બાદ હવે બ્રિટન પણ એક્શનમાં આવ્યું, 19 હજાર પ્રવાસીઓને ઘરભેગા કરી દીધા, દેશભરમાં દરોડા પાડ્યા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/viral-video-5.jpg)
બ્રિટન, 11 ફેબ્રુઆરી 2025: અમેરિકાએ હાલમાં જ બ્રાઝિલ, ભારત, મેક્સિકો સહિત કેટલાય દેશોના ગેરકાયદેસર રીતે વસવાટ કરતા નાગરિકોને બહાર હાંકી કાઢ્યા છે. હવે દસ્તાવેજ વિના રહેતા પ્રવાસીઓ અને ગુનેગારો વિરુદ્ધ ટ્રમ્પ જેવી જ એક્શન બ્રિટનમાં શરુ થઈ ગઈ છે. બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવ્યા બાદ લગભગ 19000 ગેરકાયદેસર પ્રવાસીઓને દેશવટો આપવામાં આવ્યો છે. આ લોકોને ડિપોર્ટ કરવાનો એક વીડિયો પણ બ્રિટિશ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આખે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો વિરુદ્ધ અભિયાન ચલાવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો ઝડપાયા હતા. આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત ભારતીય રેસ્ટોરન્ટ, નેલ બાર, સ્ટોર અને કાર વોશમાં દરોડા પાડ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર પ્રવાસીઓ કામ કરતા હોવાની ફરિયાદો મળી હતી. બ્રિટિશ હોમ મિનિસ્ટર વેટે કૂપરે તેમના વિભાગે જાન્યુઆરીમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદથી કૂલ 19000 લોકોને ડિપોર્ટ કર્યા છે. જાન્યુઆરી મહિનામાં જ 828 પરિસર પર રેડ પાડી અને 609 લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે જાન્યુઆરીની તુલનામાં તે 73 ટકા વધારે હતા. 7 લોકોને તો એકલા હંબરસાઈડ પર આવેલી ભારતીય રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને અરેસ્ટ કર્યા છે.
આ ઉપરાંત બ્રિટિશ સંસદમાં નવું બિલ પણ રજૂ કર્યું છે. આ બિલમાં સરહદી સુરક્ષા, શરણ અને ગેરકાયદેસર પ્રવાસીઓને બહાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. બ્રિટિશ સાંસદોનું કહેવું છે કે આ બિલ લાવવાથી મોટી સંખ્યામાં ગુનાહિત પ્રવૃતિઓ કરતી ગેંગને ખતમ કરવામાં મદદ મળશે.
પીએમ કીર સ્ટારમરની સરકારનું કહેવું છે કે પૂર્વની સરકારોએ સીમા સુરક્ષા સાથે સમાધાન કર્યું હતું. હવે તેના પર એક્શન લેવામાં આવશે. બ્રિટિશ સરકાર એ સંસ્થાઓને પણ ફાઈન લગાવશે જે ગેરકાયદેસર પ્રવાસીઓને નોકરીઓ આપે છે. આવા કિસ્સામાં દર વ્યક્તિદીઠ 60 હજાર પાઉન્ડનો ફાઈન લગાવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં કૂલ 1000 નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો: VIDEO: બસની અંદર સાંઢ ઘુસી ગયો, કાચ તોડી હાહાકાર મચાવી દીધો, ડ્રાઈવર-કંડક્ટર કૂદીને ભાગ્યા