ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: બસની અંદર સાંઢ ઘુસી ગયો, કાચ તોડી હાહાકાર મચાવી દીધો, ડ્રાઈવર-કંડક્ટર કૂદીને ભાગ્યા

Text To Speech

જયપુર, 11 ફેબ્રુઆરી 2025: રાજસ્થાનના જયપુરમાં પબ્લિક પ્લેસ પરથી ડરામણો નજારો સામે આવ્યો છે. અહીં એક લો ફ્લોર બસમાં સાંઢ ઘુસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. બસની અંદર નાની એવી જગ્યામાં સાંઢ ઘુસી જતાં દોડાદોડી થઈ ગઈ હતી.

સાંઢે બસની અંદર ઘુસીને બંને તરફથી બારીઓના કાચ તોડવાના શરુ કરી દીધા હતા. સંભવત: તેને બહારથી નીકળવાનો રસ્તો ન મળવાના કારણે ડરી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

અચાનક ઊભેલી બસમાં ઘુસેલા સાંઢને ગુસ્સે થયેલો જોઈ કંડક્ટર અને ડ્રાઈવર પણ કૂદકો મારીને બસમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સાંઢના કારણે આખી બસ હલતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ દરમ્યાન ડ્રાઈવર અને કંડક્ટર ડ્રાઈવરની સીટ તરફથી નીકળતા દેખાઈ રહ્યા છે. બસની આજુબાજુમાં રસ્તા પર ઊભેલા લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. જો કે બાદમાં બસમાંથી સાંઢને કેવી રીતે બહાર કાઢ્યો તેની કોઈ જાણકારી મળતી નથી.

આ પણ વાંચો: પત્ની સાથે મળીને રોકાણ કરો, તમને દર મહિને ₹9250નું નિશ્ચિત વ્યાજ મળશે

Back to top button