પંજાબમાં કોઈ પણ સમયે પડી શકે છે આપની સરકાર, ભાજપના આ દિગ્ગજ નેતાએ દાવો કર્યો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mann-punjab-government.jpg)
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2025: ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે સોમવારે દાવો કર્યો છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કોઈ પણ સમયે પડી શકે છે અને અરવિંદ કેજરીવાલ ફરી ક્યારેય ચૂંટણી જીતી શકશે નહીં. અહીં ઉલ્લેખનિય છે કે આ નિવેદન નિપાનિયામાં પૂર્વ ભાજપના ધારાસભ્ય દશરથ સિંહની પ્રતિમાના અનાવરણના અવસર પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા આપ્યું છે.
બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આજે કહી રહ્યો છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય સંકટમાં છે. પંજાબમાં આપ સરકાર કોઈ પણ સમયે પડી શકે છે.
કેજરીવાલ ક્યારેય ચૂંટણી નહીં જીતે
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપની હાર અને પાર્ટીની પંજાબ એકમમાં આંતરિક અસંતોષની વધતી અટકળોની વચ્ચે બૃજભૂષણે દાવો કર્યો છે કે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ક્યારેય કોઈ ચૂંટણી જીતી શકશે નહીં. વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ પર હિન્દુ નહીં હોવાની ટિપ્પણી કરવાથી કેટલાય સંતો દ્વારા નિંદા કરવા અને તેમને માફી માગવા માટેની ચેતવણી પર ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્ય7ે કહ્યું કે, આ રાજકીય મુદ્દો છે અને સંતોએ પોતાનો મત આપ્યો છે. હું તેના પર કંઈ કહીશ નહીં.
આ પણ વાંચો: મહાકુંભમાં જવા માટે બિહારના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી, ટ્રેનમાં કાચ તોડી પબ્લિક ડબ્બામાં ઘુસી