ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર: ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં આવી પહોંચી, આવતીકાલે જામશે જંગ

Text To Speech

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2025: ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર અંદાજમાં રમી રહેલી ટીમ ઈંડિયા હવે છેલ્લી મેચ માટે તૈયાર છે. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીના રોજ રમાશે. તેના માટે ભારતીય ટીમ હવે અમદાવાદમાં આવી પહોંચી છે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ દરમ્યાન સોમવારે ટીમ ઈંડિયા અમદાવાદ આવી પહોંચી છે. આ તસવીરો બીસીસીઆઈ તરફથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

ત્રણ મેચોની વન ડે સીરીઝની પહેલી બે મેચ ભારતીય ટીમ જીતી ચુકી છે. સીરીઝની શરુઆત નાગપુરથી થઈ હતી. અહીં ભારતે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને સફળતા મેળવી હતી. તો બીજી મેચ કટકમાં યોજાઈ હતી. તેમાં ભારતે ચાર વિકેટેથી મેચ જીતી હતી. એટલે કે દરેક મેચમાં ભારતે પાછળથી બેટીંગ કરી અને જે પણ ટાર્ગેટ મળ્યો તેને આસાનીથી પ્રાપ્ત કરી લીધો. હવે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમનો ટાર્ગેટ હશે કે તે આ સીરીઝમાં ઈંગ્લિશ ટીમના સૂપડા સાફ કરે. તો વળી ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છશે કે કમસે કમ છેલ્લી મેચ તો જીતી શકાય. જેથી મનોબળ વધારીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મેદાનમાં ઉતરવામાં આવે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમો વચ્ચે છેલ્લી વન ડે

ભારત અને ઈંગ્લેન્ડ પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પોતાની તૈયારીઓ પર ખરા ઉતરવા માટે આ છેલ્લો મોકો છે. જો કે ભારત અને ઈંગ્લેન્ડને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જો બંને ટીમો પોતાની લીગ મેચ જીતે અને સેમીફાઈનલમાં આવે તો બંને વચ્ચે ફરી એક વાર મેચ જોવા મળી શકે છે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ટીમ છે. તો વળી ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનના ગ્રુપમાં રમવાનું છે.

આ પણ વાંચો: મહાકુંભની મહાભીડને કાબૂમાં કરશે યોગી સરકાર: મેળા વિસ્તારમાં ગાડીઓની એન્ટ્રી પર રોક, અફવાઓ ફેલવનારાઓનું આવી બનશે

Back to top button