ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રી પર 60 વર્ષ બાદ વિશેષ સંયોગઃ આખો દિવસ થશે શિવજીની પૂજા

Text To Speech
  • મહાશિવરાત્રી પર શિવભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની વિધિ પૂર્વક પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે

HD ન્યુઝ ડેસ્કઃ આ વખતે શનિવારે (26 ફેબ્રુઆરી) મહાશિવરાત્રી પર એક ખાસ સંયોગ બની રહ્યો છે. મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે. તે મહાદેવજી અને માતા પાર્વતીના લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની વિધિ પૂર્વક પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રી પર 60 વર્ષ બાદ વિશેષ સંયોગઃ આખો દિવસ થશે શિવજીની પૂજા
 hum dekhenge news

મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીના રોજ મહા કૃષ્ણ ચતુર્દશી તિથિએ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ અને પૂજા મુહૂર્ત બંને 26 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યા છે. તેથી આ દિવસે મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા કરવી યોગ્ય છે. મહાશિવરાત્રી પર શ્રવણ, ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને મકર રાશિના ચંદ્રની હાજરી રહેશે. આ શુભ સંયોગ 60 વર્ષ બાદ થઈ રહ્યો છે.

મહાશિવરાત્રી પર ભદ્રાનો સમય સવારે 11.08થી રાત્રે 10.05 વાગ્યા સુધીનો છે. કારણ કે ભગવાન ભોલેનાથ કાળાના કાળ છે. તેથી ભદ્રા અને પંચક જેવા અશુભ સમયનો તેમની પૂજા પર કોઈ પ્રભાવ પડતો નથી. મહાશિવરાત્રીના દિવસે ભદ્રા હોવા છતાં, દિવસભર શિવપૂજા અવિરત રીતે કરી શકાય છે. દેશભરમાં અનેક જગ્યાએ શિવયાત્રા કાઢવામાં આવશે.

આ પણ વાંચોઃ હોળીના દિવસે દેવી-દેવતાઓને ગુલાલ કેમ લગાડાય છે? શું છે તેનું મહત્ત્વ?

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી પર કરો આ ઉપાય, મળશે આર્થિક ઉન્નતિ અને ખુશીઓ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button