Viral Video : ટેસ્લાના સાયબર ટ્રકમાં લાગેલા કેમેરામાં કેપ્ચર થયું ભૂત, નરી આંખે જોયું તો બહાર કોઈ હતું જ નહી
![Viral Video : ટેસ્લાના સાયબર ટ્રકમાં લાગેલા કેમેરામાં કેપ્ચર થયું ભૂત, નરી આંખે જોયું તો](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Untitled-design-34.jpg)
ન્યુયોર્ક, 10 ફેબ્રુઆરી: ટેસ્લાનું ‘સાયબર ટ્રક’ પર ચાહકો પાગલ થઈ રહ્યા છે. માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ ભારતમાં પણ લોકો ટેસ્લાના આ નવા સંશોધનની પ્રશંસા થઈ રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક ડરામણો અને રહસ્યમય વીડિયો વધુને વધુ વાના કેમેરામાં ભૂતિયા આકૃતિઓ જોવા મળી. આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.
ટેસ્લાના સાયબરટ્રકના કેમેરામાં કેદ થયા ભૂત!
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે, જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે, “હું મારા ટેસ્લા સાયબરટ્રકને લઈ એક જૂના કબ્રસ્તાનમાંથી પસાર થઈ રહ્યો હતો, હું ફક્ત ફક્ત વાતાવરણનો અનુભવ કરાવવા માટે. ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ તે મારા જીવનની સૌથી ડરામણી ડ્રાઇવ બનશે તેનો માંને ખ્યાલ પણ ન હતો.”
સાયબર ટ્રકની ટેકનોલોજી અદ્ભુત છે
મેં કબરો પાસે ગાડી ઉભી રાખી કે તરત જ ટેસ્લાના કેમેરાએ કેટલાક… આકારો, ભૂતિયા આકારો કેદ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં મને લાગ્યું કે તે કોઈ ભૂલ હશે, પણ આકૃતિઓ સતત ફરતી હતી, અને એવું લાગતું હતું કે તેઓ મારી સામે જોઈ રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે હું ત્યાં લાંબો સમય રોકાયો નહીં. ‘સાયબરટ્રક’ માં ટેકનોલોજી અદ્ભુત છે… પણ કદાચ મારા માટે ખૂબ ડરામણી.
બહાર કોઈ દેખાતું નહોતું
વીડિયોમાં, સાયબર ટ્રક એક જૂના કબ્રસ્તાનમાં પાર્ક કરેલો જોઈ શકાય છે, અને તેના કેમેરા સ્ક્રીન પર કેટલીક છબીઓ કારની આસપાસ ફરતી જોવા મળે છે. કારની અંદરના લોકોને નારી આંખે બહાર કોઈ ક દેખાતા નથી. મુસાફરો આ દૃશ્ય જોઈને દંગ રહી જાય છે અને આશ્ચર્યથી પૂછે છે કે જ્યારે બહાર કોઈ હાજર નથી, તો પછી કેમેરા આ ગતિશીલ આકૃતિઓને કેવી રીતે કેદ કરી રહ્યો છે?
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
View this post on Instagram
આ વીડિયો પોસ્ટ થયો ત્યારથી જ તે વાયરલ થઈ ગયો છે, તેને મોટી સંખ્યામાં લાઈક્સ, વ્યૂઝ અને કોમેન્ટ્સ મળી રહ્યા છે. આ ફૂટેજ વિશે ઇન્ટરનેટ પર વિવિધ સિદ્ધાંતો સામે આવી રહી છે.
નેટીઝન્સે શું કહ્યું?
એક યુઝરે લખ્યું, “GPS એ શોધી કાઢે છે કે તમે કબ્રસ્તાનમાં છો. જ્યારે લોકો કબ્રસ્તાન પાસેથી પસાર થાય છે ત્યારે કારની આસપાસ ભૂત બતાવવા માટે તે પ્રોગ્રામ કરેલ છે. આ ફક્ત કોઈ પ્રોગ્રામરની કમાલ છે!”
બીજા એક યુઝરે ઉમેર્યું, “કાશ તમે હોર્ન વગાડ્યું હોત. આપણને ખબર પડત કે તેઓ ડરે છે કે નહીં!” જ્યારે બીજી એક ટિપ્પણીમાં લખ્યું હતું, “હું ફક્ત એ જાણવા માંગુ છું કે શું ત્યાં રહીને વિચિત્ર લાગ્યું?” એક યુઝરે મજાકમાં લખ્યું, “તમે નકલી નથી તે સાબિત કરવા માટે તેના પર ગાડી કેમ ન ચલાવી?”
તમારા આ 6 વ્યવહારો પર નજર રાખે છે આવકવેરા વિભાગ, જો ભૂલ કરી તો ચોક્કસથી મળશે નોટિસ
અમિતાભ બચ્ચનની ૧૬૦૦ કરોડ રૂપિયાની મિલકત કોને મળશે? અભિષેક બચ્ચન એકમાત્ર વારસદાર નથી
પીએમ મોદીના મેનેજમેન્ટે રચ્યો ઇતિહાસ, દિલ્હીમાં આ રીતે 27 વર્ષના વનવાસનો આવ્યો અંત
ભાજપની લહેરમાં પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવનાર AAPના આ 3 મંત્રીઓ કોણ છે?
હોમ લોન ચાલુ છે? તો જાણો તમારા EMIમાં કેટલો ઘટાડો થઈ શકે છે? સંપૂર્ણ ગણિત સમજો
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં