વિક્રાંત મેસીએ ફર્સ્ટ બર્થ ડે પર દિકરા વરદાનનો ચહેરો બતાવ્યો, જુઓ ફોટોઝ
![વિક્રાંત મેસીએ ફર્સ્ટ બર્થ ડે પર દિકરા વરદાનનો ચહેરો બતાવ્યો, જુઓ ફોટોઝ Hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/vikrant-messey-1.jpg)
- વિક્રાંત મેસીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની શીતલને ટેગ કરીને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પહેલીવાર તેમના પુત્ર વરદાનનો ચહેરો બતાવ્યો છે
10 ફેબ્રુઆરી, મુંબઈઃ અભિનેતા વિક્રાંત મેસી અને તેમની પત્ની શીતલ ઠાકુર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં માતા-પિતા બન્યા હતા. ૭ ફેબ્રુઆરીના રોજ તેમણે પોતાના લગ્ન જીવનમાં પુત્ર વરદાનનું સ્વાગત કર્યું હતું. વરદાન હવે એક વર્ષનો થઈ ચૂક્યો છે. દીકરાના પહેલા જન્મદિવસ પર, આ દંપતીએ ચાહકોને વરદાનની ઝલક બતાવી છે. વિક્રાંત અને શીતલે તેમના પ્રિય પુત્ર વરદાનની પહેલી બર્થડે પર દિકરાનો ચહેરો રિવીલ કર્યો છે.
હાલમાં વિક્રાંત મેસી ફિલ્મોમાંથી બ્રેક પર છે અને પોતાના અંગત જીવનમાં સમય વિતાવી રહ્યો છે. ગઈકાલે તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની શીતલને ટેગ કરીને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પહેલીવાર તેમના પુત્ર વરદાનનો ચહેરો બતાવ્યો છે. આ તસવીરો પુત્રના પહેલા જન્મદિવસની પાર્ટીમાં લેવામાં આવી હતી, જે અભિનેતાએ 7 ફેબ્રુઆરીએ ઉજવી હતી. તસવીરોમાં વિક્રાંત બેજ પેન્ટ અને સફેદ શર્ટ સાથે બ્રાઉન કોટ પહેરેલો જોવા મળે છે, જ્યારે તેની પત્ની ગોલ્ડન-વ્હાઇટ આઉટફિટમાં જોવા મળે છે.
View this post on Instagram
પુત્ર વરદાન પિતા વિક્રાંત સાથે મેચિંગ સફેદ શર્ટ-બ્રાઉન પેન્ટ આઉટફિટમાં જોવા મળી શકે છે. ચાહકોને નાના વરદાનનો આ લુક ખૂબ જ ગમ્યો છે. તસવીરમાં, વિક્રાંત તેના નાના વર્ઝનને ખોળામાં પકડીને ઉભેલો જોવા મળે છે. ઉપરાંત મમ્મી શીતલ ઠાકુર તેમના પતિ અને પુત્ર સાથે સુંદર પોઝ આપી રહી છે. તેમના પુત્રના જન્મદિવસની સુંદર તસવીરો શેર કરતા, દંપતીએ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે, અમારા પ્રિય વરદાનને નમસ્તે કહો.
ચાહકો આ પોસ્ટ પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને વરદાન અને આ કપલની પ્રશંસા કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે વરદાન તેના પિતા વિક્રાંતની કોપી છે’, તો કોઈએ તેને ‘ક્યુટ બેબી’ કહ્યો.
આ પહેલા 7 ફેબ્રુઆરીના રોજ, વિક્રાંતે તેની પત્ની શીતલ ઠાકુર સાથેનો એક ફોટો શેર કર્યો હતો જે તેના પુત્રના જન્મદિવસનો હતો. કેપ્શનમાં, તેણે તેની પત્નીની પ્રશંસા કરતા લખ્યું હતું, ‘શીતલ, તારી સાથેની યાત્રા સુંદર રહી.’ આપણને પેરેન્ટિંગની યાત્રાની શરૂઆત કર્યાને એક વર્ષ થઈ ગયું છે. વરદાનને આનાથી સારી માતા ન મળી શકે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે વિક્રાંત અને શીતલના લગ્ન 2022 માં થયા હતા. વર્ષ 2024માં, તેમણે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. પોતાના દીકરાનું સ્વાગત કરતી વખતે, તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને પોતાના ચાહકોને ખુશખબરી આપી હતી.
આ પણ વાંચોઃ રી-રિલીઝ પર ‘સનમ તેરી કસમ’એ ધૂમ મચાવી, નવી ફિલ્મોને પાછળ રાખી