ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

પ્રયાગરાજમાં મહાકુંભના કારણે અનેક લોકો લગ્ન કરી રહ્યા છે કેન્સલ, કારણ જાણી ચોંકી જશો

Text To Speech

પ્રયાગરાજ, 10 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. જેના કારણે શહેરોમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાય જિલ્લામાં વાહનવ્યવહારથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રવિવારે પ્રયાગરાજના જબલપુર, કટની, મૈહર, રીવા સહિત કેટલાય વિસ્તારોમાં 200થી 300 કિમી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. કેટલાય શ્રદ્ધાળુઓ કલાકો સુધી વાહનોમાં ફસાઈ ગયા હતા. જેનાથી યાત્રા કષ્ટદાયક થઈ ગઈ હતા. સંગમ તરફ જતાં રસ્તા પર 10-15 કિમી લાંબો જામ થઈ ગયો. જેનાથી સામાન્ય લોકોને પણ ભારે તકલીફ થઈ હતી. આ દરેક કારણોને લઇને લગ્ન કેન્સલ થવા સુધની નોબત આવી છે.

મહાકુંભમાં આ ભયંકર ટ્રાફિક જામના કારણે લગ્નની સીઝન પર પણ તેની અસર પડી છે. મહેમાનો લગ્નમાં પહોંચી શકતા ન હોવાના કારણે પરિવારો લગ્ન કેન્સલ કરી રહ્યા છે અથવા તો આગળની તારીખ આપી દેવામાં આવે છે. કેટલાય લોકો મહેમાનોને મેસેજ કરીને લગ્ન કેન્સલ કર્યા હોવાની સૂચના આપી રહ્યા છે.

ટ્રાફિક જામના કારણે સ્થિતિ ખરાબ થઈ

મહાકુંભમાં ભીડને કાબૂમાં કરવા માટે રેલવે પ્રશાસન તરફથી પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને 14 ફેબ્રુઆરી સુધી બંધ કરી દીધું છે. પ્રયાગરાજ જંક્શન પર ભારે ભીડને સંભાળવા માટે આકરા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે મધ્ય પ્રદેશના મૈહર બોર્ડર પર પોલીસે લોકોને પ્રયાગરાજ નહીં જવાની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે 200-300 કિમી સુધી ટ્રાફિક જામ લાગેલો છે અને આગળ જવું અઘરુ કામ છે.

આ પણ વાંચો: વરરાજાનો CIBIL સ્કોર ખરાબ હોવાના કારણે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, પરિવારે સંબંધ તોડી નાખ્યો

Back to top button