થોડી તો રહેમ કરો બહેન! આ યુવતીએ બનાવી પાણીપુરી બિરયાની,ડિશ જોઈ લોકોએ માથું પકડી લીધું
VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં અમુક વીડિયો જોઈ આપણને હસવું આવી જાય. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલાઓની સૌથી પ્રિય ડિશીઝ પાણીપુરી અને બિરયાનીને બલિ ચઢાવી દીધી હતી. વિશ્વાસ ન આવતો હોય તો આ વીડિયો જોઈ લો. જ્યાં એક મહિલા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતા નવું ફૂડ કોમ્બિનેશન દેખાડી રહી છે. આ વીડિયોએ આખા ઈન્ટરનેટ પર હાહાકાર મચાવી દીધો છે.
પાણીપુરી અને બિરયાનીની બલિ ચઢાવી દેતો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરતા મહિલા પર ફક્ત લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે આવા એક્સપેરિમેન્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયોમાં ઘટનાની તારીખ અને લોકેશનનું પુષ્ટિ થઈ નથી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘Heena kausar raad’ નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને ત્રણ દિવસ પહેલા શેર કર્યો હતો અને અત્યાર સુધીમાં 9000થી વધારે લાઈક્સ મળી ચુકી છે.
View this post on Instagram
જેવો આ વીડિયો શેર કર્યો, થોડી વારમાં વાયરલ થઈ ગયો. મોટા ભાગના લોકો આ અજીબોગરીબ ફુડ કોમ્બિનેશનને ખાવાની ના પાડી દીધી હતી. જ્યારે અમુક તેને જોઈને નવાઈ પામ્યા હતા. અમુક લોકોએ તેને મજાક ગણાવી, તો વળી કેટલાય લોકોએ ફુડ લવર્સ અને દુકાનદારોને આવા પ્રયોગો કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: અંબાણી પરિવારની લાડકી વહુએ લગાવ્યા ઠુમકા, અદાઓથી લૂંટી મહેફિલ