ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડના દિગ્ગજ નેતા શિબૂ સોરેનની તબિયત બગડી, સ્પેશિયલ એરક્રાફ્ટથી દિલ્હી લાવ્યા

Text To Speech

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2025: ઝારખંડ મુક્તિ મોર્ચાના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. તેમને સ્પેશિયલ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પિતા સાથે દિલ્હી રવાના થઈ ગયા છે. અહીં ઉલ્લેખનિય છે કે, શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા વર્ષ પહેલા શિબૂ સોરેનને મેદાંતાની કાંચી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

કોણ છે શિબૂ સોરેન

શિબૂ સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. યૂપીએના પહેલા કાર્યકાળમાં તેઓ કોલસા મંત્રી બન્યા હતા પણ ચિરુડીહ હત્યાકાંડમાં તેમનું નામ આવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. પિતા શોભરામ સોરેનની હત્યા બાદ શિબૂ સોરેન રાજકારણમાં આવ્યા હતા.

શિબૂ સોરેને પહેલી વાર 1977માં લોકસભા ચૂંટણી લડ્યા હતા. પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પણ 1980માં તેમને સફળતા મળી. ત્યાર બાદ 1986, 1989, 1996માં તેઓ ચૂંટણી જીત્યા હતા. 2004માં તેઓ દુમકાથી ચૂંટણી લડ્યા હતા. શિબૂ સોરેન ઝારખંડના સીએમ પણ રહી ચુક્યા છે. હવે તેમના દીકરા હેમંત સોરેને રાજ્યના સીએમ છે. શિબૂ સોરેનને ગુરુજીના નામથી ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: મહાકુંભમાં દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ: શ્રદ્ધાળુઓ માટે જાહેર કરી એડવાઈઝરી, આ વાંચીને પછી જવાનો પ્લાન બનાવજો

Back to top button