ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સુરતથી મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ

Text To Speech
  • ટ્રેન શરૂ થતા દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને લાભ મળશે
  • મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે
  • મુસાફરોની સુવિધા માટે વધારાની ટ્રેનો શરૂ કરાઇ

ગુજરાતના સુરતથી મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ કરવાને લઈને સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી.

દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે

મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ થતા દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને લાભ મળશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને લાભ મળશે

આ દરમિયાન ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સેંકડો વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાતાં દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાઓ માટે અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી 

Back to top button